________________
૩૯૬
જે જીવ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણેથી પણ ભ્રષ્ટ છે, તેઓ તો ભ્રષ્ટોમાં પણ ભ્રષ્ટ છે તેઓ સ્વયં તો નાશને જ પ્રાપ્ત થાય છે, પોતાના અનુયાયીઓનો પણ નાશ કરે છે. એવા લોકો પોતાના દોષોને છુપાવવાને માટે ધર્માત્માઓને દોષી બતાવતા રહે છે.
જે રીતે મૂળનો નાશ થવાથી તેમનો પરિવાર -થડ, ડાળી, પાન, પુષ્પ અને ફળની વૃદ્ધિ થતી નથી; એ જ પ્રકારે સમ્યગ્દર્શનરૂપી મૂળનો નાશ થવાથી સંયમ વગેરેની વૃદ્ધિ થતી નથી. આ જ કારણ છે કે જિનેન્દ્ર ભગવાને સમ્યગ્દર્શનને ધર્મનું મૂળ કહ્યું છે.
જે જીવ પોતે તો સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ છે, પરંતુ પોતાને સંયમી માનીને પોતાના પગ પૂજવાને ઇચ્છે છે; તેઓ લુલ્લા અને મુંગા થશે, અર્થાત્ તેઓ નિગોદમાં જશે. તેમને સમ્યજ્ઞાનની પ્રાપ્તિ અત્યંત દુર્લભ જ છે. આ પ્રકારે જે જીવ લજ્જા, ગારવ અને ભયથી સમ્યગ્દર્શનરહિત લોકોના પગ પૂજે છે તેઓ પણ એમના અનુમોદક હોવાથી જ્ઞાનની પ્રાપ્તિ કરી શકશે નહિ.
જે પ્રકારે સમ્યગ્દર્શનરહિત વ્યક્તિ વંદનીય નથી તે જ પ્રકારે અસંયમી પણ વંદન કરવાને લાયક નથી. ભલે તેઓ બાહ્યમાં વસ્ત્રાદિનો ત્યાગ કરી દીધો હોય તો પણ જો સમ્યગ્દર્શન અને અંતરંગ સંયમ ન હોય તો તે વંદનીય નથી, કેમ કે દેહ વંદનીય નથી, કૂળ વંદનીય નથી, જાતિ વંદનીય નથી; વંદનીય તો એકમાત્ર સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ ગુણ જ છે; આથી રત્નત્રય વગરનાને જિનમાર્ગમાં વંદન કરવાને યોગ્ય કહ્યા નથી.
જે પ્રકારે ગુણ વગરનાને વંદના ઉચિત નથી તે જ પ્રકારે ગુણવાનોની પણ ઉપેક્ષા કરવી તે અનુચિત છે. આથી જે વ્યક્તિ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રવાન મુનિરાજોને પણ ઈર્ષાભાવથી વંદન કરતા નથી તે પારા સમ્યગ્દષ્ટિ ધર્માત્મા નથી.
જિનેન્દ્ર કથિત છ દ્રવ્ય, નવ પદાર્થ, પાંચ અસ્તિકાય અને સાત તત્ત્વોનું શ્રદ્ધાન વ્યવહાર સમ્યગ્દર્શન છે. નિશ્ચયનમ્યગ્દર્શન તો આત્મરૂપ જ છે અર્થાત્ આત્માનુભૂતિરૂપ જ છે. આ સમ્યગ્દર્શન મોક્ષમહેલની પ્રથમ સીડી છે.
અરે ભાઈ! કેવળી કથિત ધર્મ જેટલું કરી શકાય એમ હોય તો અવશ્ય કરો, અને જો તે શક્ય ન હોય તો એનું શ્રદ્ધાન તો જરૂર કરજે; કારણ કે કેવળી ભગવાને શ્રદ્ધાને જ સમ્યક્ત કહ્યું છે.
સમ્યગ્દર્શનથી જ્ઞાન અને ચારિત્ર સમ્યફ થાય છે, એટલે દર્શન જ સાર છે અને દર્શન-જ્ઞાન સહિત ચારિત્રથી મોક્ષ થાય છે. કલ્યાણની પરંપરા હોવાને કારણે સમ્યગ્દર્શન સર્વ લોકમાં પૂજ્ય છે.
અંતમાં આચાર્યદવ કહે છે કે દર્શન-જ્ઞાન-ચારિત્રથી અરિહંત દશાને પ્રાપ્ત ભગવાન જ્યાં સુધી ચોત્રીસ અતિશયો સહિત સમવસરણમાં બીરાજમાન છે, ત્યાં સુધી સ્થાવર પ્રતિમા કહેવામાં આવે છે. અંતે આઠ કર્મોનો નાશ કરી સિદ્ધ દશાને પ્રાપ્ત કરે છે. આ પાહુડનો સાર આ પ્રમાણે છે. (૧) ધર્મનું મૂળ સમ્યગ્દર્શન છે.