________________
૩૮૯
હવે, આલોચનાનું સ્વરૂપ આલોચન, આલુંછન, અવિકૃતિકરણ અને ભાવશુદ્ધિ એમ ચાર પ્રકારનું શાસ્ત્રમાં કહ્યું છે.
સમભાવમાં પરિણામ સ્થાપી દેખતો જે આત્મને,
તે જીવ છે આલોચના-જિનવરવૃષભ-ઉપદેશ છે. ૧૦. જે (જીવ) પરિણામને સમભાવમાં સ્થાપીને (નિજ) આત્માને દેખે છે, તે આલોચન છે એમ પરમ જિનેન્દ્રનો ઉપદેશ જાણ.
છે કર્મતરુમૂલછેદનું સામર્થ્ય જે પરિણામમાં,
સ્વાધીન તે સમભાવ-નિજપરિણામ આલુંછન કહ્યા. ૧૧૦. કર્મરૂપી વૃક્ષનું મૂળ છેદવામાં સમર્થ એવો જે સમભાવરૂપ સ્વાધીન નિજ પરિણામ તેને આલુંછન કહેલ
અવિકૃતિકરણ તેને કહ્યું જે ભાવતાં માધ્યસ્થને
ભાવે વિમળગુણધામ કર્મવિભક્ત આતમરામને. ૧૧૧. જે મધ્યસ્થભ વનામાં કર્મથી ભિન્ન આત્માને -કે જે વિમળ ગુણોનું રહેઠાણ છે તેને ભાવે છે, તે જીવને અવિકૃતિકરણ જાણવું.
ત્રણ લોક તેમ અલોકના દષ્ટા કહે છે ભવ્યને
-મદમાનમાયાલોભવર્જિત ભાવ ભાવવિશુદ્ધિ છે. ૧૧૨. મદ (મદન), માન, માયા અને લોભ રહિત ભાવ તે ભાવશુદ્ધિ છે એમ ભવ્યોને લોકાલોકના દષ્ટાઓએ
કહ્યું છે. ૮. શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત્ત અધિકાર
વ્રત, સમિતિ, સંયમ, શીલ, ઇંદ્રિયરોધરૂપ છે ભાવ જે
તે ભાવ પ્રાયશ્ચિત્ત છે, જે અનવરત કર્તવ્ય છે. ૧૧૩. વ્રત, સમિતિ, શીલ ને સંયમરૂપ પરિણામ તથા ઇન્દ્રિયનિગ્રહરૂપ ભાવ તે પ્રાયશ્ચિત્ત છે અને તે નિરંતર કર્તવ્ય છે.
ક્રોધાદિ નિજ ભાવો તણા ક્ષય આદિની જે ભાવના
ને આત્મગુણની ચિંતના નિશ્ચયથી પ્રાયશ્ચિતમાં. ૧૧૪. કોધવગેરે સ્વકીય ભાવોના (-પોતાના વિભાવભાવોના) ક્ષયાદિકની ભાવનામાં રહેવું અને નિજ ગુણોનું ચિતન કરવું તે નિશ્ચયથી પ્રાયશ્ચિત કહ્યું છે.