________________
૩૮૭
છોડી સમસ્ત વિરાધના આરાધનામાં જે રહે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૪.
જે (જીવ) વિરાધનને વિશેષતઃ છોડીને આરાધનામાં વર્તે છે, તે (જીવ) પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે.
જે છોડી અણ-આચારને આચારમાં સ્થિરતા કરે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૫.
જે (જી) અનાચાર છોડીને આચારમાં સ્થિરભાવ કરે છે, તે (જીવ) પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે.
પરિત્યાગી જે ઉન્માર્ગને જિનમાર્ગમાં સ્થિરતા કરે,
તે પ્રતિક્રમણ કહેવાય છે પ્રતિક્રમણમયતા કારણે. ૮૬.
જે (જીવ) ઉન્માર્ગને પરિત્યાગીને જિનમાર્ગમાં સ્થિરભાવ કરે છે તે (જીવ) પ્રતિક્રમણ કહેવાય છે, કારણ કે તે પ્રતિક્રમણમય છે.
તજી આર્ત તેમ જ રૌદ્રને, ધ્યાવે ધરમને, શુક્લને,
તે પ્રતિક્રમણ કહેવાય છે જિનવરકથિત સૂત્રો વિષે. ૮૯.
જે (જીવ) આર્ત તેમ જ રૌદ્ર ધ્યાન છોડીને ધર્મ અથવા શુક્લ ધ્યાનને ધ્યાવે છે, તે (જીવ) જિનવરકથિત સૂત્રોમાં પ્રતિક્રમણ કહેવાય છે.
નિઃશેષ, મિથ્યાજ્ઞાન-દર્શન-ચરણને પરિત્યાગીને
સુજ્ઞાન-દર્શન-ચરણ ભાવે, જીવ તે પ્રતિક્રમણ છે. ૯૧.
મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને નિરવશેષપણે છોડીને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રને જે (જીવ) ભાવે છે, તે (જીવ) પ્રતિક્રમણ છે.
૬. નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર ઃ
પરિત્યાગી જલ્પ સમસ્તને, ભાવી શુભાશુભ વારીને,
જે જીવ ધ્યાવે આત્મને, પચખાણ છે તે જીવને. ૯૫.
સમસ્ત જલ્પને છોડીને અને અનાગત શુભ-અશુભનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, તેને પ્રત્યાખ્યાન છે.