________________
૩. શુદ્ધભાવ અધિકાર :
શુદ્ધાત્માનું સ્વરૂપ બતાવે છે.
૩૮૫
નિર્દેડ ને નિર્બંદુ, નિર્મમ, નિઃશરીર, નીરાગ છે, નિર્દોષ, નિર્ભય, નિરવલંબન, આતમા નિર્મૂઢ છે. ૪૩.
આત્મા નિર્દંડ, નિર્દેધ, નિર્મમ, નિઃશરીર, નિરાલંબ, નીરાગ, નિર્દોષ, નિર્મૂઢ અને નિર્ભય છે. નિગ્રંથ છે, નિષ્કામ છે, નિઃક્રોધ, જીવ નિર્માન છે,
નિઃશલ્ય તેમ નીરાગ, નિર્મદ, સર્વદોષવિમુક્ત છે. ૪૪.
આત્મા નિગ્રંથ, નીરાગ, નિઃશલ્ય, સર્વદોષવિમુક્ત, નિષ્કામ, નિઃક્રોધ, નિર્માન અને નિર્મદ છે. જીવ ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે,
વળી લિંગગ્રહણવિહીન છે, સંસ્થાન ભાખ્યું ન તેહને. ૪૬.
જીવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતનાગુણવાળો, અશબ્દ, અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો જાણ.
અશરીર ને અવિનાશ છે, નિર્મળ, અતીદ્રિય, શુદ્ધ છે,
જ્યમ લોક-અગ્રે સિદ્ધ, તે રીત જાણ સૌ સંસારીને. ૪૮.
જેમ લોકાગ્રે સિદ્ધભગવંતો અશરીરી, અવિનાશી, અતીન્દ્રિય, નિર્મળ અને વિશુદ્ધાત્મા (વિશુદ્ધ સ્વરૂપી) છે, તેમ સંસારમાં (સર્વ) જીવો જાણવા.
પૂર્વોક્ત ભાવો પર-દરવ પરભાવ, તેથી હેય છે;
આત્મા જ છે આદેય, અંતઃતત્ત્વરૂપ નિજદ્રવ્ય જે. ૫૦.
પૂર્વોક્ત સર્વ ભાવો પરસ્વભાવો છે, પરદ્રવ્ય છે, તેથી હેય છે; અંતઃ તત્ત્વ એવું સ્વદ્રવ્ય-આત્મા-ઉપાદેય છે. હવે આચાર્ય કહે છે, સાંભળ, મોક્ષને માટે સમ્યક્ત્વ હોય છે, સભ્યજ્ઞાન હોય છે, ચારિત્ર (પણ) હોય છે; તેથી હું વ્યવહાર અને નિશ્ચયથી ચારિત્ર કહીશ.
૪. વ્યવહારચારિત્ર અધિકાર ઃ
વ્યવહારચારિત્રમાં પ્રથમ મુનિઓના પાંચ મહાવ્રત, પાંચ સમિતિ અને ત્રણ ગુપ્તિનું વર્ણન કરેલ છે અને હવે પંચપરમેષ્ઠીનું સ્વરૂપ પાંચ ગાથાઓમાં બતાવ્યું છે.