________________
પ્રકરણ ૧૬
શ્રી નિયમસાર - પ્રસાદી
'૧. જીવ અધિકાર:
‘નિજભાવના અર્થે રચાયેલું જે નિયમસાર શાસ્ત્ર, તેમાં ૧૮૭ ગાથા દ્વારા ૧૨ અધિકારમાં ભાગ પાડીને નિયમરૂપ મોક્ષમાર્ગનું તથા તેના ફળનું સ્વરૂપ બતાવીને વારંવાર શુદ્ધ પરમાત્માતત્ત્વની ભાવના ભાવી છે. તેના મંગળમાં ‘જીવ અધિકાર’માં શ્રી વીરનાથ જિનેન્દ્રદેવને નમસ્કાર કર્યા છે.
નમીને અનંતોકુટ દર્શનજ્ઞાનમય જિન વીરને,
કહું નિયમસાર હું કેવળી શ્રુતકેવળી પરિકથિતને. ૧. અનંત અને ઉત્કૃષ્ટ જ્ઞાન-દર્શન જેમનો સ્વભાવ છે એવા (-કેવળજ્ઞાની અને કેવળદર્શની) જિન વીરને નમીને કેવળી અને શ્રુતકેવળીઓએ કહેલું નિયમસાર હું કહીશ.
શુદ્ધ રત્નત્રયરૂપ મોક્ષમાર્ગ નિયમથી કર્તવ્ય છે, તે રત્નત્રય શુદ્ધદ્રવ્યના આશ્રયે જ છે, ને અન્ય દ્રવ્યોથી અત્યંત નિરપેક્ષ છે, તેમાં અંતર્મુખતાથી અતીન્દ્રિય સુખ સહિત રત્નત્રય પ્રગટે છે. તેના ફળમાં મોક્ષની પ્રાપ્તિ થાય છે.
જે નિયમથી કર્તવ્ય એવાં રત્નત્રય તે નિયમ છે;
વિપરીતના પરિવાર અર્થે ‘સાર” પદ યોજેલ છે. ૩. હવે કહે છે આમ, આગમ અને તત્ત્વોની શ્રદ્ધાથી સમ્યકત્વ હોય છે. તો સમસ્ત દોષો દૂર થયા છે એવો જે સકળગુણમય પુરુષ છે તે આમ છે.
ભય,રોષ,રાગ,સુધા,તૃષા, મદ,મોહ, ચિંતા,જન્મ ને
રતિ, રોગ, નિદ્રા, વેદ, ખેદ, જરાદિ દોષ અઢાર છે. ૬. સુધા, તૃષા, ભય, રોષ(કોલ), રાગ, મોહ, ચિંતા, જરા, રોગ, મૃત્યુ, સ્વેદ, ખેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા, જન્મ અને ઉદ્દેગ (આ અઢાર દોષ છે).
ઉપયોગમય છે જીવ ને ઉપયોગ દર્શન-જ્ઞાન છે; '
જ્ઞાનોપયોગ સ્વભાવ તેમ વિભાવરૂપ ત્રિવિધ છે. ૧૦. જીવ ઉપયોગમય છે. ઉપયોગ જ્ઞાન અને દર્શન છે. જ્ઞાનોપયોગ બે પ્રકારનો છે - સ્વભાવજ્ઞાન અને વિભાવજ્ઞાન,
આ રીતે આ અધિકારમાં સંક્ષિપ્તથી જીવનું સ્વરૂપ કહ્યું છે.