________________
૩૮૬ ઘાનઘાતિકર્મ વિહીન ને ચોત્રીસ અતિશય યુક્ત છે,
કૈવલ્યજ્ઞાનાદિક પરમગુણ યુક્ત શ્રી અર્પત છે. ૭૧ ઘનઘાતિકર્મ રહિત, કેવળજ્ઞાનાદિ પરમગુણો સહિત અને ચોત્રીસ અતિશય સંયુક્ત આવા અહેતો હોય
છે અષ્ટ કર્મ વિનિષ્ટ, અષ્ટ મહાગુણે સંયુક્ત છે,
શાશ્વત, પરમ ને લોક-અગ્રવિરાજમાન શ્રી સિદ્ધ છે. ૭ર. આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા, આઠ મહાગુણો સહિત, પરમ, લોકના અ સ્થિત અને નિત્ય; - આવા તે સિદ્ધો હોય છે.
પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર, ગુણગંભીર છે,
પંચેઢિગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩. પંચાચારોથી પરિપૂર્ણ, પંચેન્દ્રિયરૂપી હાથીના મદનું દલન કરનારા, ધીર અને ગુણગંભીર, આવા, આચાર્યો હોય છે.
રત્નત્રયે સંયુક્ત ને નિઃકાંક્ષભાવથી યુક્ત છે,
જિનવરકથિત અર્થોપદેશે શુર શ્રી ઉવઝાય છે. ૭૪. રત્નત્રયથી સંયુક્ત, જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને નિકાંક્ષભાવ સહિત, - આવા, ઉપાધ્યાયો હોય છે.
નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે,
ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. ૭૫. વ્યાપારથી વિમુક્ત, ચતુર્વિધ આરાધનામાં સદા રક્ત, નિગ્રંથ અને નિર્મોહ - આવા સાધુઓ હોય છે.
આવી ભાવનામાં વ્યવહારનયના અભિપ્રાયે ચારિત્ર છે; નિશ્ચયનયના અભિપ્રાયે ચારિત્ર આના પછી કહીશ. ૫. પરમાર્થ-પ્રતિક્રમણ અધિકારઃ હવે પરમાર્થ પ્રતિક્રમણની ૮૩ થી ૯૧ ગાથાઓમાં વ્યાખ્યા છે.
રચના વચનની છોડીને, રાગાદિભાવ નિવારીને,
જે જીવ ધ્યાને આત્મને, તે જીવને પ્રતિક્રમણ છે. ૮૩. વચનરચનાને છોડીને, રાગાદિભાવોનું નિવારણ કરીને, જે આત્માને ધ્યાવે છે, તેને પ્રતિક્રમણ હોય છે.