________________
૧૧૭
સંસિદ્ધિ સિદ્ધિ, રાધ, આરાધિત, સાધિત - એક છે, એ રાધથી જે રહિત છે તે આતમા અપરાધ છે; ૩૮૪. વળી આતમા જે નિરપરાધી તે નિઃશંકિત હોય છે,
વર્તે સદા આરાધનાથી, જાગતો હું આત્મને. ૩૦૫. અર્થ સંસિદ્ધિ, 'રાધ, સિદ્ધ, સાધિત અને આરાધિત - એ શબ્દો એકાઈ છે; જે આત્મા અપગતરાધ” અર્થાતું, રાધથી રહિત છે તે આત્મા અપરાધ છે.
વળી જે આત્મા નિરપરાધ છે તે નિઃશંક હોય છે; ‘શુદ્ધ આત્મા તે જ હું છું એમ જાણતો થકો આરાધનાથી સદા વર્તે છે. ૧. રાધ = આરાધના, પ્રસન્નતા, કૃપ; સિદ્ધિ, પૂર્ણતા સિદ્ધ કરવું તે; પૂર્ણ કરવું તે.
पडिकमणं पडिसरणं परिहारो धारणा णियत्ती य। जिंदा गरहा सोही अट्टविहो होदि विसकुंभो॥३०६॥ अप्पडिकमणमप्पडिसरणं अप्परिहारो अधारणा चेव। . अणियत्ती य अणिंदागरहासोही अमयकुंभो॥ ३०७॥ પ્રતિક્રમણ, ને પ્રતિસરણ, વળી પરિહરણ, નિવૃત્તિ, ધારણા, વળી શુદ્ધિ, નિંદા, ગહણા - એ અષ્ટવિધ વિષકુંભ છે. ૩૮૬. અણપ્રતિક્રમણ, અણપ્રતિસરણ, આણપરિહરણ, અણધારણા,
અનિવૃત્તિ, આણગહ, અનિંદ, અશુદ્ધિ - અમૃતકુંભ છે. ૩૭. અર્થ પ્રતિક્રમણ, પ્રતિસરણ, પરિહાર, ધારણા, નિવૃત્તિ, નિંદા, ગહ અને શુદ્ધિ એ આઠ પ્રકારનો વિષકુંભ છે (કારણ કે એમાં કર્તાપણાની બુદ્ધિ સંભવે છે.)
અપ્રતિક્રમણ, અપ્રતિસરણ, અપરિહાર, અધારણા, અનિવૃત્તિ, અનિંદા, અગહ અને અશુદ્ધિ - એ અમૃતકુંભ છે કારણ કે એમાં કર્તાપણાનો નિષેધ છે - કાંઈ કરવાનું જ નથી, માટે બંધ થતો નથી).