________________
૨૮૩ અર્થ સર્વ કંધોનો જે અંતિમ ભાગ તેને પરમાણુ જાણો. તે અવિભાગી, એક, શાશ્વત, મૂર્તિપ્રભવ (મૂર્તપણે ઊપજનારો) અને અશબ્દ છે.
आदेसमेत्तमुत्तो धादुचदुक्कस्स कारणं जो दु। सो णेओ परमाणू परिणामगुणो सयमसद्दो ॥७८॥ આદેશમાત્રથી મૂર્ત, ધાતુચતુષ્કનો છે હેતુ જે,
તે જાણવો પરમાણુ - જે પરિણામી, આપઅશબ્દછે. ૭૮ અર્થ જે આદેશમાત્રથી મૂર્તિ છે (અર્થાતું માત્ર ભેદવિવક્ષાથી મૂર્તત્વવાળો કહેવાય છે, અને જે પૃથ્વી આદિ) ચાર ધાતુઓનું કારણ છે તે પરમાણુ જાણવો - કે જે પરિણામગુણવાળો છે અને સ્વયં અશબ્દ છે.
सद्दो खंधप्पभवो खंधो परमाणुसंगसंघादो। पुढेसु तेसु जायदि सद्दो उप्पादिगो णियदो॥ ७९ ॥ છે શબ્દ સ્કંધોત્પન્ન, સ્કંધો અણુસમૂહસંઘાત છે,
અંધાભિઘાતે શબ્દ ઊપજે, નિયમથી ઉત્પાઘ છે. ૭૯. અર્થ શબ્દ સ્કંધજન્ય છે. સ્કંધ પરમાણુદળનો સંઘાત છે, અને તે સ્કંધો સ્પર્શતાં-અથડાતાં શબ્દ ઉત્પન્ન થાય છે; એ રીતે તે (શબ્દ) નિયતપણે ઉત્પાદ્ય છે.
णिच्चो णाणवकासो ण सावकासो पदेसदो भेदा। खंधाणं पि य कत्ता पविहत्ता कालसंखाणं॥८॥ નહિ અનવકાશ, ન સાવકાશ પ્રદેશથી, આ શાશ્વતો,
ભેત્તા રચયિતા સ્કંધનો, પ્રવિભાગી સંખ્યા-કાળનો. ૮૦. અર્થ : પ્રદેશ દ્વારા પરમાણુ નિત્ય છે, અનવકાશ નથી, સાવકાશ નથી, સ્કંધોને તોડનાર તેમ જ કરનાર છે તથા કાળ ને સંખ્યાનો વિભાગનાર છે (અર્થાત્ કાળનો ભાગ પાડે છે અને સંખ્યાનું માપ કરે છે).
एयरसवण्णगंधं दोफासं सद्दकारणमसदं । खधंतरिदं दव्वं परमाणुं तं वियाणाहि ॥ ८१॥ એક જ વરણ-રસ-ગંધ ને બે સ્પર્શયુત પરમાણુ છે, તે શબ્દહેતુ, અશબ્દ છે, ને સ્કંધમાં પણ દ્રવ્ય છે. ૮૧.