________________
૩૦૦
અર્થ : જેને મોહ અને રાગ-દ્વેષ નથી તથા યોગોનું સેવન નથી (અર્થાત્ મન-વચન-કાયા પ્રત્યે ઉપેક્ષા છે), તેને શુભાશુભને બાળનારો ધ્યાનમય અગ્નિ પ્રગટે છે.
जं सुहमसुहमुदिण्णं भावं रत्तो करेदि जदि अप्पा । सो ते हवदि बद्धो पोग्गलकम्मेण विविहेण ॥ १४७ ॥
જો આતમા ઉપરકત કરતો અશુભ વા શુભ ભાવને,
તો તે વડે એ વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૪૭.
અર્થ : જો આત્મા રક્ત (વિકારી) વર્તતો થકો ઉદિત શુભ કે અશુભ ભાવને કરે છે, તો તે આત્મા તે ભાવ વડે (-તે ભાવના નિમિત્તે) વિવિધ પુદ્ગલકર્મથી બદ્ધ થાય છે.
जोगणिमित्तं गहणं जोगो मणवयणकायसंभूदो । भावणिमित्तो बंधो भावो रदिरागदोसमोहजुदो ॥ १४८ ॥
છે યોગહેતુક ગ્રહણ, મનવચકાય-આશ્રિત યોગ છે; છે ભાવહેતુક બંધ, ને મોહાદિસંયુત ભાવ છે. ૧૪૮.
અર્થ : ગ્રહણનું ( -કર્મગ્રહણનું) નિમિત્ત યોગ છે; યોગ મનવચનકાયજનિત (આત્મપ્રદેશપરિસ્કંદ) છે. બંધનું નિમિત્ત ભાવ છે; ભાવ રતિરાગદ્વેષમોહથી યુક્ત (આત્મપરિણામ) છે.
हेदू चदुव्वियप्पो अट्ठवियप्पस्स कारणं भणिदं ।
सिं पिय रागादी सिमभावे ण बज्झति ॥ १४९ ॥
હેતુ ચતુર્વિધ અષ્ટવિધ કર્મો તણાં કારણ કહ્યા, તેનાંય છે રાગાદિ, જ્યાં રાગાદિ નહિ ત્યાં બંધ ના. ૧૪૯.
અર્થ : (દ્રવ્યમિથ્યાત્વાદિ) ચાર પ્રકારના હેતુઓ આઠ પ્રકારના કર્મોના કારણ કહેવામાં આવ્યા છે; તેમને પણ (જીવના) રાગાદિભાવો કારણ છે; રાગાદિભાવોના અભાવમાં જીવો બંધાતા નથી.
हेदुमभावे णियमा जायदि णाणिस्स आसवणिरोधो ।
आसवभावेण विणा जायदि कम्मस्स दु णिरोधो ।। १५० ।।
कम्मस्साभावेण य सव्वण्हू सव्वलोगदरिसी य । पावदि इंदियरहिदं अव्वाबाहं सुहमणंतं ॥ १५१ ॥