________________
૩૬૯
રાગાદિના પરિવારમાં જે સાધુ જોડે આત્મને,
છે યોગભકિત તેહને, કઈ રીતે સંભવ અન્યને? ૧૩૭. અર્થ : જે સાધુરાગાદિના પરિવારમાં આત્માને જોડે છે (અર્થાત્ આત્મામાં આત્માને જોડીને રાગ વગેરેનો ત્યાગ કરે છે), તે યોગભક્તિયુક્ત (યોગની ભક્તિવાળો) છેબીજાને યોગ કઈ રીતે હોય ?
सव्ववियप्पाभावे अप्पाणं जो दु जुंजदे साहू। सो जोगभत्तिजुत्तो इदरस्स य किह हवे जोगो॥१३८॥ સઘળા વિકલ્પ અભાવમાં જે સાધુ જોડે આત્મને,
છે યોગભક્તિ તેહને, કઈ રીતે સંભવ અન્યને ? ૧૩૮. અર્થ : જે સાધુ સર્વવિકલ્પોના અભાવમાં આત્માને જોડે છે (અર્થાતુ આત્મામાં આત્માને જોડીને સર્વ વિકલ્પોનો અભાવ કરે છે), તે યોગભક્તિવાળો છે; બીજાને યોગ કઈ રીતે હોય ?
विवरीयाभिणिवेसं परिचत्ता जोण्हकहियतच्चेसु। जो जुंजदि अप्पाणं णियभावो सो हवे जोगो॥१३९ ॥ વિપરીત આગ્રહ છોડીને, જૈનાભિહિત તત્ત્વો વિષે
જે જીવ જોડે આત્મને, નિજ ભાવ તેનો યોગ છે. ૧૩૯. અર્થ :વિપરીત અભિનિવેશનો પરિત્યાગ કરીને જે જૈનકથિત તત્ત્વોમાં આત્માને જોડે છે, તેનો નિજ ભાવ તે યોગ છે.
उसहादिजिणवरिंदा एवं काऊण जोगवरभत्तिं। णिबुदिसुहमावण्णा तम्हा धरु जोगवरभत्तिं ॥ १४०॥ વૃષભાદિ જિનવર એ રીતે કરી શ્રેષ્ઠ ભક્તિ યોગની,
શિવસૌખ્ય પામ્યા; તેથી કર તું ભક્તિ ઉત્તમ યોગની. ૧૪૦. અર્થ વૃષભાદિ જિનવરેન્દ્રો એ રીતે યોગની ઉત્તમ ભક્તિ કરીને નિવૃતિસુખને પામ્યા; તેથી યોગની ઉત્તમ
ભક્તિને તું વારણ કર.