________________
૩૭૫
૧૨. શુદ્ધોપયોગ અધિકાર
जाणदि पस्सदि सव्वं ववहारणएण केवली भगवं। केवलणाणी जाणदि पस्सदि णियमेण अप्पाणं ॥१५९॥ જાણે અને દેખે બધું પ્રભુ કેવળી વ્યવહારથી;
જાણે અને દેખે સ્વને પ્રભુ કેવળી નિશ્ચય થકી. ૧૫૯. અર્થ વ્યવહારનયથી કેવળી ભગવાન બધું જાણે છે અને દેખે છે; નિશ્ચયથી કેવળજ્ઞાની આત્માને પોતાને) જાણે છે અને દેખે છે.
जुगवं वट्टइ णाणं केवलणाणिस्स दंसणं च तहा। दिणयरपयासतावं जह वट्टइ तह मुणेयव्वं ॥ १६०॥ જે રીત તાપ-પ્રકાશ વર્તે યુગપદે આદિત્યને,
તે રીતે દર્શન-જ્ઞાન યુગપદ હોય કેવળજ્ઞાનીને. ૧૬૦. અર્થ કેવળજ્ઞાનીને જ્ઞાન તેમ જ દર્શન યુગપવર્તે છે. સૂર્યના પ્રકાશ અને તાપ જેવી રીતે (યુગપ) વર્તે છે તેવી રીતે જાગવું.
णाणं परप्पयासं दिट्ठी अप्पप्पयासया चेव। अप्पा सपरपयासो होदि ति हि मण्णसे जदि हि ॥१६१॥ દર્શન પ્રકાશક આત્મનું, પરનું પ્રકાશક જ્ઞાન છે,
નિજપરપ્રકાશક જીવ, એ તુજ માન્યતા અયથાર્થ છે. ૧૬૧. . અર્થ જ્ઞાન પરપ્રકાશક જ છે અને દર્શન સ્વપ્રકાશક જ છે તથા આત્મા સ્વપરપ્રકાશક છે એમ જો ખરેખર તું માનતો હોય તો તેમાં વિરોધ આવે છે.
णाणं परप्पयासं तइया णाणेण दंसणं भिण्णं। ण हवदि परदव्वगयं दंसणमिदि वण्णिदं तम्हा ॥ १६२॥ પરને જ જાણે જ્ઞાન તો દગ જ્ઞાનથી ભિન્ન જ ઠરે, દર્શન નથી પરદ્રવ્યગત -એ માન્યતા તુજ હોઈને. ૧૬૨.