________________
દોષ છે ? ( અર્થાત્ કાંઈ દોષ નથી.)
૩૭૭
मुत्तममुत्तं दव्वं चेयणमियरं सगं च सव्वं च । पेच्छंतस्स द णाणं पञ्चक्खमणिदियं होइ ॥ १६७ ॥
મૂર્તિક-અમૂર્તિક ચેતનાચેતન સ્વપર સૌ દ્રવ્યને,
જે દેખતો તેને અતીંદ્રિય જ્ઞાન છે, પ્રત્યક્ષ છે. ૧૬૭.
અર્થ :મૂર્ત-અમૂર્ત ચેતન-અચેતન દ્રવ્યોને-સ્વને તેમ જ સમસ્તને દેખનારનું (જાણનારનું) જ્ઞાન અતીન્દ્રિય
1
છે, પ્રત્યક્ષ છે.
पुव्वुत्तसयलदव्वं णाणागुणपज्जएण संजुत्तं ।
जो ण य पेच्छइ सम्मं परोक्खदिट्ठी हवे तस्स ।। १६८॥
વિધવિધ ગુણો ને પર્યાયો સંયુક્ત દ્રવ્ય સમસ્તને,
દેખે ન જે સમ્યક્ પ્રકાર, પરોક્ષ દૃષ્ટિ તેહને. ૧૬૮.
અર્થ :વિધવિધ ગુણો અને પર્યાયોથી સંયુક્ત પૂર્વોક્ત સમસ્ત દ્રવ્યોને જે સમ્યક્ પ્રકારે (બરાબર) દેખતો નથી, તેને પરોક્ષ દર્શન છે.
लोयालोयं जाणइ अप्पाणं णेव केवली भगवं ।
जइ कोइ भइ एवं तस्स य किं दूसणं होई ।। १६९ ॥
પ્રભુ કેવળી જાણે ત્રિલોક-અલોકને, નહિ આત્મને,
-જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે ? ૧૬૯.
અર્થ : (વ્યવહારથી) કેવળી ભગવાન લોકાલોકને જાણે છે, આત્માને નહિ - એમ જો કોઈ કહે તો તેને શો દોષ છે ? (અર્થાત્ કાંઈ દોષ નથી.)
णाणं जीवसरूवं तम्हा जाणेइ अप्पगं अप्पा |
अप्पाणं ण वि जाणदि अप्पादो होदि विदिरत्तं ॥ १७० ॥ છે જ્ઞાન જીવસ્વરૂપ, તેથી જીવ જાણે જીવને;
જીવને ન જાણે જ્ઞાન તો એ જીવથી જુદું ઠરે ! ૧૭૦.
અર્થ ઃજ્ઞાન જીવનું ઃસ્વરૂપ છે, તેથી આત્મા આત્માને જાણે છે; જો જ્ઞાન આત્માને ન જાણે તો આત્માથી વ્યતિરિક્ત (જુદું ) ઠરે !