________________
૩૭૮ अप्पाणं विणु णाणं णाणं विणु अप्पगो ण संदेहो। तम्हा सपरपयासं गाणं तह दंसणं होदि॥ १७१ । રે! જીવ છે તે જ્ઞાન છે, ને જ્ઞાન છે તે જીવ છે;
તે કારણે નિજારપ્રકાશક જ્ઞાન તેમ જ દષ્ટિ છે. ૧૭૧. અર્થ આત્માને જ્ઞાન જાણ, અને જ્ઞાન આત્મા છે એમ જાણ; આમાં સંદેહ નથી. તેથી લાન તેમ જ દર્શન સ્વપરપ્રકાશક છે.
जाणतो पस्संतो ईहापुव्वं ण होइ केवलिणो। केवलिणाणी तम्हा तेण दु सोऽबंधगो भणिदो॥१७२॥ જાણે અને દેખે છતાં ઇચ્છા ન કેવળીજિનને;
ને તેથી કેવળજ્ઞાની' તેમ અબંધ' ભાખ્યા તેમને. ૧૭૨. અર્થ : જાણતા અને દેખતા હોવા છતાં, કેવળીને ઇચ્છાપૂર્વક (વર્તન) હોતું નથી, તેથી તેમને કેવળજ્ઞાની કહ્યા છે; વળી તેથી અબંધક કહ્યા છે.
परिणामपुव्ववयणं जीवस्स य बंधकारणं होइ। परिणामरहियवयणं तम्हा णाणिस्स ण हि बंधो॥१७३॥ ईहापुव्वं वयणं जीवस्स य बंधकारणं होइ। ईहारहियं वयणं तम्हा णाणिस्स ण हि बंधो॥ १७४ ॥ પરિણામપૂર્વક વચન જીવને બંધકારણ થાય છે; પરિણામ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭૩. અભિલાષપૂર્વક વચન જીવને બંધકારણ થાય છે;
અભિલાષ વિરહિત વચન તેથી બંધ થાય ન જ્ઞાનીને. ૧૭. અર્થ પરિણામપૂર્વક (મનપરિણામપૂર્વક) વચન જીવને બંધનું કારણ છે; (જ્ઞાનીને) પરિણામરહિત વચન હોય છે તેથી જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) ખરેખર બંધ નથી.
ઇચ્છાપૂર્વક વચન જીવને બંધનું કારણ છે; (જ્ઞાનીને) ઇચ્છારહિત વચન હોય છે તેથી જ્ઞાનીને (કેવળજ્ઞાનીને) ખરેખર બંધ નથી.