________________
૩૭૬ અર્થ : જો જ્ઞાન (કેવળ) પરપ્રકાશક હોય તો જ્ઞાનથી દર્શન ભિન્ન ઠરે, કારણ કે દર્શન પરદ્રવ્યગત (પરપ્રકાશક) નથી એમ (પૂર્વ સૂત્રમાં તારું મંતવ્ય) વર્ણવવામાં આવ્યું છે.
अप्पा परप्पयासो तइया अप्पेण दंसणं भिण्णं। ण हवदि परदव्वगयं दंसणमिदि वण्णिदं तम्हा ॥ १६३॥ પરને જ જાણે જીવ તો દગ જીવથી ભિન્ન જ કરે,
દર્શન નથી પરદ્રવ્યગત-એ માન્યતા તુજ હોઈને. ૧૬૩. અર્થ જો આત્મા (કેવળ) પરપ્રકાશક હોય તો આત્માથી દર્શન ભિન્ન કરે, કારણ કે દર્શન પરદ્રવ્યગત પરપ્રકાશક) નથી એમ (પૂર્વે તારું મંતવ્ય) વર્ણવવામાં આવ્યું છે.
णाणं परप्पयासं ववहारणयेण दंसणं तम्हा। अप्पा परप्पयासो ववहारणयेण दसणं तम्हा ॥ १६४॥ વ્યવહારથી છે પરપ્રકાશક જ્ઞાન, તેથી દષ્ટિ છે;
વ્યવહારથી છે પરપ્રકાશક જીવ, તેથી દષ્ટિ છે. ૧૬૪. અર્થ વ્યવહારનયથી જ્ઞાન પરપ્રકાશક છે; તેથી દર્શન પર પ્રકાશક છે. વ્યવહારનયથી આત્મા પર પ્રકાશક છે; તેથી દર્શન પર પ્રકાશક છે.
णाणं अप्पपयासं णिच्छयणयएण दंसणं तम्हा। अप्पा अप्पपयासो णिच्छयणयएण दंसणं तम्हा ॥ १६५ ॥ નિશ્ચયનયે છે નિજપ્રકાશક જ્ઞાન, તેથી દષ્ટિ છે;
નિશ્ચયનય છે નિજપ્રકાશક જીવ, તેથી દષ્ટિ છે. ૧૬૫. અર્થ નિશ્ચયનયથી જ્ઞાન સ્વપ્રકાશક છે; તેથી દર્શન સ્વપ્રકાશક છે. નિશ્ચયનયથી આત્મા સ્વપ્રકાશક છે; તેથી દર્શન સ્વપ્રકાશક છે.
अप्पसरूवं पेच्छदि लोयालोयं ण केवली भगवं। जइ कोइ भणइ एवं तस्स य किं दूसणं होइ॥ १६६ ॥ પ્રભુ કેવળી દેખે નિજાત્માને, ન લોકાલોકને,
-જો કોઈ ભાખે એમ તો તેમાં કહો શો દોષ છે? ૧૬૬. અર્થ (નિશ્ચયથી) કેવળી ભગવાન આત્મસ્વરૂપને દેખે છે, લોકાલોકને નહિ એમ જો કોઈ કહે તો તેનો શો