________________
૩૭૧ અર્થ જે (જીવ) સંયત રહેતોથકો ખરેખર શુભભાવમાં ચરે - પ્રવર્તે છે, તે અન્યવશ છે, તેથી તેને આવશ્યકસ્વરૂપ કર્મ નથી.
दव्वगुणपज्जयाणं चित्तं जो कुणइ सो वि अण्णवसो। मोहंधयारववगयसमणा कहयंति एरिसयं ॥१४५ ॥ જે ચિત્ત જોડે દ્રવ્ય-ગુણ-પર્યાયની ચિંતા વિષે,
તેનેય મોહવિહીન શ્રમણો અન્યવશ ભાખે અરે ! ૧૪૫. અર્થ : જે દ્રવ્ય-ગણ-પર્યાયોમાં (અર્થાત્ તેમના વિકલ્પોમાં) મન જોડે છે, તે પણ અન્યવંશ છે; મોહાલ્પકાર રહિત શ્રમાગો આમ કહે છે.
परिचत्ता परभावं अप्पाणं झादि णिम्मलसहावं। अप्पवसो सो होदि हु तस्स दु कम्मं भणंति आवासं ॥ १४६ ॥ પરભાવ છોડી, આત્મને ધ્યાને વિશુદ્ધસ્વભાવને,
છે આત્મવશ તે સાધુ, આવશ્યક કરમ છે તેહને. ૧૪૬. અર્થ : જે પરભાવને પરિત્યાગીને નિર્મળ સ્વભાવવાળા આત્માને ધ્યાવે છે, તે ખરેખર આત્મવશ છે અને તેને આવશ્યક કર્મ (જિનો) કહે છે.
आवासं जइ इच्छसि अप्पसहावेसु कुणदि थिरभाव। तेण दु सामण्णगुणं संपुण्णं होदि जीवस्स ॥ १४७॥ આવશ્યકાળું તું નિજાત્મસ્વભાવમાં સ્થિરતા કરે;
તેનાથી સામાયિક તણો ગુણ પૂર્ણ થાયે જીવને. ૧૪૭. અર્થ : જો તું આવશ્યકને ઇચ્છે છે તો તું આત્મસ્વભાવોમાં સ્થિરભાવ કરે છે, તેનાથી જીવને સામાયિક ગુણ સંપૂર્ણ થાય છે.
आवासएण हीणो पन्भट्ठो होदि चरणदो समणो। पुव्वुत्तकमेण पुणो तम्हा आवासयं कुज्जा॥१४८॥ આવશ્યકે વિરહિત શ્રમણ ચારિત્રથી પ્રભ્રષ્ટ છે;
તેથી યથોક્ત પ્રકાર આવશ્યક કરમ કર્તવ્ય છે. ૧૪૮. અર્થ આવશ્યક રહિત શ્રમણ ચરણથી પ્રભ્રષ્ટ(અતિ ભ્રષ્ટ) છે; અને તેથી પૂર્વોક્ત કમથી (પૂર્વે કહેલી વિધિથી)
આવશ્યક કરવું.