________________
૩૭૦
|| ૧૧. નિશ્ચય-પરમાવશ્યક અધિકાર ||
जो ण हवदि अण्णवसो तस्स द कम्मं भणंति आवासं। कम्मविणासणजोगो णिब्बुदिमग्गो त्ति णिज्जुत्तो॥१४॥ નથી અન્યવશ જે જીવ, આવશ્યક કરમ છે તેહને;
આ કર્મનાશનયોગને નિર્વાણમાર્ગ કહેલ છે. ૧૪૧. અર્થ જે અન્યવશ નથી (અર્થાત્ જે જીવ અન્યને વશ નથી) તેને આવશ્યક કર્મ કહે છે (અર્થાત્ તે જીવને
આવશ્યક કર્મ છે એમ પરમ યોગીશ્વરો કહે છે). કર્મનો વિનાશ કરનારો યોગ (-એવું જે આ આવશ્યક કર્મ) તે નિર્વાણનો માર્ગ છે એમ કહ્યું છે.
ण वसो अवसो अवसस्स कम्म वावस्सयं ति बोद्धव्वं । जुत्ति त्ति उवाअंति य णिखयवो होदि णिज्जुत्ती॥ १४२ ॥ વશ જે નહીં તે અવશ’, ‘આવશ્યક અવશનું કર્મ છે;
તે યુતિ અગર ઉપાય છે, અશરીર તેથી થાય છે. ૧૪૨. અર્થ : જે (અન્યને) વશ નથી તે “અવશ” છે અને અવશનું કર્મ તે આવશ્યક છે એમ જાણવું, તે (અશરીર
થવાની) યુક્તિ છે, તે (અશરીર થવાનો) ઉપાય છે, તેનાથી જીવ નિરવયવ (અર્થાત્ અશરીર) થાય છે. આમ નિરુક્તિ છે.
वट्टदि जो सो समणो अण्णवसो होदि असुहभावेण। तम्हा तस्स दु कम्मं आवस्सयलक्खणं ण हवे ॥१४३॥ વર્તે અશુભ પરિણામમાં, તે શ્રમણ છે વશ અન્યને;
તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૩. અર્થ : જે અશુભ ભાવ સહિત વર્તે છે, તે શ્રમણ અન્યવશ છે, તેથી તેને આવશ્યકસ્વરૂપ કર્મ નથી.
जो चरदि संजदो खलु सुहभावे सो हवेइ अण्णवसो। तम्हा तस्स दु कम्मं आवासयलक्खणं ण हवे ॥ १४४ ।। સંયત રહી શુભમાં ચરે, તે શ્રમણ છે વશ અન્યને; તે કારણે આવશ્યકાત્મક કર્મ છે નહિ તેહને. ૧૪૪.