________________
૩૬૭ જે નિત્ય વર્જે પુણ્ય તેમ જ પાપ બન્ને ભાવને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૦. અર્થ : જે પુણ્ય તથા પાપરૂપ ભાવને નિત્ય વર્જે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
जो दु हस्सं रई सोगं अरतिं वज्जेदि णिच्चसो। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१३१॥ जो दुगंछा भयं वेदं सव्वं वज्जेदि णिच्चसो।। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१३२॥ જે નિત્ય વર્ષે હાસ્યને, રતિ અરતિ તેમ જ શોકને, સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૧. જે નિત્ય વર્જે ભય જુગુપ્સા વર્જતો સૌ વેદને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૨. અર્થ જે હાસ્ય, પતિ, શોક અને અરતિને નિત્યવ છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
જે જુગુપ્સા, ભય અને સર્વવેદને નિત્ય વર્જે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
जो दु धम्मं च सुक्कं च झाणं झाएदि णिचसो। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१३३॥ જે નિત્ય ધ્યાવે ધર્મ તેમ જ શુક્લ ઉત્તમ ધ્યાનને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૩. અર્થ : જે ધર્મધ્યાન અને શુક્લધ્યાનને નિત્ય ધ્યાવે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.