________________
૩૬૫
૯. પરમ-સમાધિ અધિકાર |
वयणोच्चारणकिरियं परिचत्ता वीयरायभावेण। जो झायदि अप्पाणं परमसमाही हवे तस्स ॥१२२॥ વચનોચ્ચરણકિરિયા તજી, વીતરાગ નિજ પરિણામથી
બાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૨. અર્થ વચનોચ્ચારણની ક્રિયા પરિત્યાગીને વીતરાગ ભાવથી જે આત્માને ધ્યાવે છે, તેને પરમ સમાધિ છે.
संजमणियमतवेण दुधम्मज्झाणेण सुक्कझाणेण। जो झायइ अप्पाणं परमसमाही हवे तस्स ॥१२३॥ સંયમ, નિયમ ને તપ થકી, વળી ધર્મ-શુક્લધ્યાનથી,
ધ્યાવે નિજાત્મા જેહ, પરમ સમાધિ તેને જાણવી. ૧૨૩. અર્થ સંયમ, નિયમ ને તપથી તથા ધર્મધ્યાન ને શુક્લધ્યાનથી જે આત્માને ધ્યાવે છે, તેને પરમ સમાધિ છે.
किं काहदि वणवासो कायकिलेसो विचित्तउववासो। अज्झयणमोणपहुदी समदारहियस्स समणस्स ॥१२४ ॥ વનવાસ વા તનકલેશરૂપ ઉપવાસ વિધવિધ શું કરે?
રે! મૌન વા પઠનાદિ શું કરે સામ્યવિરહિત શ્રમણને? ૧૨૪. અર્થ વનવાસ, ડાયકલેશરૂપ અનેક પ્રકારના ઉપવાસ, અધ્યયન, મૌન વગેરે (કાર્યો) સમતારહિત શ્રમણને શું કરે છે (-શો લાભ કરે છે) ?
विरदो सव्वसावज्जे तिगुत्तो पिहिदिदिओ। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१२५ ॥ સાવધવિરત, ત્રિગુમ છે, ઇંદ્રિય સમૂહ નિરુદ્ધ છે,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૫. અર્થ : જે સર્વ સાવધમાં વિરત છે, જે ત્રણ ગુપ્તિવાળો છે અને જેણે ઇન્દ્રિયોને બંધ (નિરુદ્ધ) કરી છે, તેને
સામાયિક થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.