________________
૩૬૩ અર્થ તે જ (અનંતધર્મવાળા)આત્માનો જે ઉત્કૃષ્ટ બોધ, જ્ઞાન અથવા ચિત્ત તેને જે મુનિ નિત્ય ધારણ કરે છે, તેને પ્રાયશ્ચિત્ત છે.
किं बहुणा भणिएण दु वरतवचरणं महेसिणं सव्वं । पायच्छित्तं जाणह अणेयकम्माण खयहेऊ ॥ ११७ ॥ બહુ કથન શું કરવું? અરે ! સૌ જાણ પ્રાયશ્ચિત્ત તું,
નાનાકરમક્ષમહેતુ ઉત્તમ તપચરણ ઋષિરાજનું. ૧૧૭. અર્થ બહુ કહેવાથી શું? અનેક કર્મોના ક્ષયનો હેતુ એવું જે મહર્ષિઓનું ઉત્તમ તપશ્ચરણ તે બધું પ્રાયશ્ચિત્ત જાણ.
णंताणंतभवेण समज्जियसुहअसुहकम्मसंदोहो। तवचरणेण विणस्सदि पायच्छित्तं तवं तम्हा॥११८॥ રે! ભવ અનંતાનંતથી અર્જિત શુભાશુભ કર્મ જે
તે નાશ પામે તપ થકી; તપ તેથી પ્રાયશ્ચિત્ત છે. ૧૧૮. અર્થ અનંતાનંત ભવો વડે ઉપાર્જિત શુભાશુભ કર્મરાશિ તપશ્ચરણથી વિનાશ પામે છે, તેથી તપ પ્રાયશ્ચિત્ત છે.
अप्पसरूवालंबणभावेण दुसब्वभावपरिहारं। सक्कदि कादं जीवो तम्हा झाणं हवे सव्वं ॥११९॥ આત્મસ્વરૂપ અવલંબનારા ભાવથી સૌ ભાવને
ત્યાગી શકે છે જીવ, તેથી ધ્યાન તે સર્વસ્વ છે. ૧૧૯. અર્થ આત્મસ્વરૂપ જેનું આલંબન છે એવા ભાવથી જીવ સર્વભાવોનો પરિહાર કરી શકે છે, તેથી ધ્યાન તે સર્વસ્વ છે.
सुहअसुहवयणरयणं रायादीभाववारणं किच्चा। अप्पाणं जो झायदि तस्स दुणियमं हवे णियमा॥१२०॥ છોડી શુભાશુભ વચનને, રાગાદિભાવ નિવારીને,
જે જીવ ધ્યાને આત્મને, તેને નિયમથી નિયમ છે. ૧૨૦. અર્થ શુભાશુભ વચન રચનાનું એ રાગાદિભાવોનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, તેને નિયમથી
(-નિશ્ચિતપણે) નિયમ છે.