________________
૩૬૬
जो समो सव्वभूदेसु थावरेसु तसेसु वा। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१२६ ॥ સ્થાવર અને ત્રસ સર્વ ભૂતસમૂહમાં સમભાવ છે,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું. શ્રી કેવળીશાસને. ૧૨૬, અર્થ : જે સ્થાવર કે ત્રસ સર્વ જીવો પ્રત્યે સમભાવવાળો છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં
કહ્યું છે.
जस्स संणिहिदो अप्पा संजमे णियमे तवे। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१२७॥ સંયમ, નિયમ ને તપ વિષે આત્મા સમીપ છે જેહને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧૨૭. અર્થ : જેને સંયમમાં, નિયમમાં અને તપમાં આત્મા સમીપ છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં
કહ્યું છે.
जस्स रागो दु दोसो विगडिं ण जणेइ दु। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१२८॥ નહિ રાગ અથવા બ્રેષરૂપ વિકાર જન્મે જેહને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળશાસને. ૧૨૮. અર્થ જેને રાગ કે દ્વેષ (નહિ ઊપજતો થકો) વિકૃતિ ઉત્પન્ન કરતો નથી, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
जो दु अट्टं च रुदं च झाणं वज्जेदि णिच्चसो। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१२९॥ જે નિત્ય વર્ષે આર્ત તેમ જ રૌદ્ર બન્ને ધ્યાનને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૨૯. અર્થ : જે આર્ત અને રૌદ્ર ધ્યાનને નિત્ય વર્જે છે, તેને સામાયિક સ્થાયી છે એમ કેવળીના શાસનમાં કહ્યું છે.
जो दु पुण्णं च पावं च भावं वज्जेदि णिच्चसो। तस्स सामाइगं ठाइ इदि केवलिसासणे॥१३०॥