________________
૩૧૫ સંવર સહિત, આત્મપ્રયોજનનો પ્રસાધક આત્મને
જાણી, સુનિશ્ચળ જ્ઞાન ધ્યાવે, તે કરમરજ નિજર. ૧૪૫. સંવરથી યુક્ત એવો જે જીવ, ખરેખર આત્માર્થનો પ્રસાધક (સ્વપ્રયોજનનો પ્રકૃષ્ટ સાધક) વર્તતો થકો, આત્માને જાણીને (-અનુભવીને) જ્ઞાનને નિશ્ચયપણે ધ્યાવે છે, તે કમરજને ખેરવી નાંખે છે. હવે બંધનું સ્વરૂપ કહે છે.
જો આતમા ઉપરકત કરતો અશુભ વા શુભ ભાવને,
તો તે વડે એ વિવિધ પુદ્ગલકર્મથી બંધાય છે. ૧૪૭. જો આત્મા રક્ત(વિકારી)વર્તતો થકો ઉદિત શુભ કે અશુભ ભાવને કરે છે, તો તે આત્મા તે ભાવ વડે(-તે ભાવના નિમિત્તે) વિવિધ પુગલકર્મથી બદ્ધ થાય છે.
છે યોગહેતુક ગ્રહણ, મનવચકાય-આશ્રિત યોગ છે;
છે ભાવહેતુક બંધ, ને મોહાદિસંયુત ભાવ છે. ૧૪૮. કર્યગ્રહણનું નિમિત્ત યોગ છે; યોગમન-વચન-કાય જનિત છે (આત્મપ્રદેશ પરિસ્પંદ) છે. બંધનું નિમિત્ત ભાવ છે, ભાવ રતિરાગદ્વેષમોહથી યુક્ત આત્મ પરિણામ છે.
રાગાદિ ભાવોના અભાવમાં જીવો બંધાતા નથી.
(મોહ-રાગ-દ્વેષરૂપ) હેતુનો અભાવ થવાથી જ્ઞાનીને નિયમથી આસવનો નિરોધ થાય છે. અને આસવ ભાવના અભાવમાં કર્મનો નિરોધ થાય છે. હવે નિર્જરા અને મોક્ષનું સ્વરૂપ કહે છે.
દગજ્ઞાનથી પરિપૂર્ણ ને પરદ્રવ્યવિરહિત ધ્યાન જે,
તે નિર્જરાનો હેતુ થાય સ્વભાવપરિણત સાધુને. ૧૫૨. સ્વભાવસહિત સાધુને દર્શન-જ્ઞાનથી સંપૂર્ણ અને અન્ય દ્રવ્યથી અસંયુક્ત એવું ધ્યાન નિર્જરાનો હેતુ થાય
સંવરસહિત તે જીવ પૂર્વ સમસ્ત કર્મો નિર્ભર
ને આયુવેદવિહીન થઈ ભવને તજે; તે મોક્ષ છે. ૧૫૩. જે સંવરથી યુક્ત છે એવો (કેવળજ્ઞાન પ્રાપ્ત) જીવ સર્વ કર્મોને નિર્જરતો થકો વેદનીય અને આયુષ્ય રહિત થઈને ભવને છોડે છે; તેથી (એ રીતે સર્વ કર્મ પુદ્ગલોનો વિયોગ થવાને લીધે) તે મોક્ષ છે.
હવે વ્યવહારમોક્ષમાર્ગ અને નિશ્ચયમોક્ષમાર્ગની વ્યાખ્યા કરે છે.