________________
૩૧૬ ધર્માદિની શ્રદ્ધા સુદગ, પૂર્વાગબોધ સુબોધ છે,
તપમાંહી ચેષ્ટા ચરણ - એ વ્યવહારમુક્તિમાર્ગ છે. ૧૬૦. ધર્માસ્તિકાયાદિનું શ્રદ્ધાન તે સમ્યકત્વ, અંગપૂર્વસંબંધી જ્ઞાન તે જ્ઞાન તપમાં ચેષ્ટા (-પ્રવૃત્તિ) તે ચારિત્ર; -એ પ્રમાણે વ્યવહારમોક્ષમાર્ગ છે.
જે જીવ દર્શનજ્ઞાનચરણ વડે સમાહિત હોઈને,
છોડે-ગ્રહે નહિ અન્ય કંઈ પણ, નિશ્ચયે શિવમાર્ગ છે. ૧૬૧. જે આત્મા સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર વડે ખરેખર એકાગ્ર-અભેદ થયો થકો અન્ય કોઈ પણ કરતો નથી કે છોડતો નથી, તે નિશ્ચયનયથી મોક્ષમાર્ગ કહેવામાં આવે છે. હવે અંતિમ ભલામણ કરી પંચાસ્તિકાયસંગ્રહની સમાપ્તિ કરે છે.
તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છએ;
વીતરાગ થઈને એ રીતે ભવ્ય ભવસાગર તરે. ૧૭૨. તેથી મોક્ષાભિલાષી જીવ સર્વત્ર કિંચિત પણ રાગ ન કરે; એમ કરવાથી જીવ વીતરાગ થઈ ભવસાગરને તરે છે.
હવે આચાર્ય કહે છે કે પ્રવચનની ભક્તિથી પ્રેરિત એવા મેં માર્ગની પ્રભાવના અર્થે પ્રવચનના સારભૂત પંચાસ્તિકાયસંગ્રહ સૂત્ર કહ્યું.