________________
૩૨૪
આચાર્ય તો ત્યાં સુધી કહે છે આ જીવ જ પ્રતિક્રમણ કહેવાય છે કારણ કે ઉક્ત બધા ભાવ પ્રતિક્રમણમય છે.
અંતમાં ૯૨-૯૩ ગાથામાં આચાર્ય ધ્યાનને જ ઉત્તમાર્થનું પ્રતિક્રમણ અને અતિચારનું પ્રતિક્રમણ સિદ્ધ કરતાં કહે છે કે ઉત્તમાર્થમાં (ઉત્તમ પદાર્થ આત્મા છે) સ્થિત મુનિઓ કર્મોનો ઘાત કરે છે. એટલે ધ્યાન જ ઉત્તમાર્થનું પ્રતિક્રમણ છે. અને ધ્યાનમાં લીન મુનિ સર્વ દોષોના પરિત્યાગ કરે છે. એટલે ધ્યાન જ સર્વ અતિચારોનું પ્રતિક્રમણ છે.
સંક્ષેપમાં એમ કહી શકાય કે આત્મઆરાધના જ વસ્તુતઃ પરમાર્થ પ્રતિક્રમણ છે. આ જ આ અધિકારનું મૂળ પ્રતિપાદન છે.
આ અધિકારની છેલ્લી ગાથા૯૪માં આચાર્ય વ્યવહાર પ્રતિક્રમણનું સફળપણું કહ્યું છે. ‘પ્રતિક્રમણ નામના સૂત્રમાં જે પ્રમાણે પ્રતિક્રમણ વર્ણવામાં આવ્યું છે તે પ્રમાણે જાણીને જે ભાવે છે તેને ત્યારે પ્રતિક્રમણ છે.’
આ રીતે નિશ્ચય પ્રતિક્રમણનો અધિકાર સમાપ્ત થાય છે.
થોડીક વ્યાખ્યાઓ :
પ્રતિક્રમણ = કરેલા દોષોનું નિરાકરણ કરવું તે. પ્રતિસરણ = સમ્યક્ત્વાદિ ગુણોમાં પ્રેરણા. પરિહાર મિથ્યાત્વ, રાગાદિ દોષોનું નિવારણ.
=
ધારણા = બાહ્ય આલંબન દ્વારા ચિત્તને સ્થિર કરવું તે.
નિવૃત્તિ
નિંદા
ગૃહા
શુદ્ધિ
= બાહ્ય વિષયકષાયાદિ ઇચ્છામાં વર્તતા ચિત્તને પાછું વાળવું તે.
આત્મસાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે.
=
=
ગુરુ સાક્ષીએ દોષોનું પ્રગટ કરવું તે.
=
દોષ થતાં પ્રાયશ્ચિત લઈને વિશુદ્ધિ કરવી તે.
૬. નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર ઃ
ગાથા ૯૫ થી ૧૦૬. આ બાર ગાથાઓમાં નિબદ્ધ આ અધિકારમાં આચાર્ય કહે છે કે જે સમસ્ત જલ્પને છોડીને અનાગત શુભાશુભનું નિવારણ કરીને આત્માને ધ્યાવે છે, જે નિઃકષાય, દાન્ત, શૂરવીર, વ્યવસાયી, સંસારથી ભયભીત છે અને જીવ અને કર્મના ભેદનો અભ્યાસ કરે છે તેને પ્રત્યાખ્યાન હોય છે.
આ પ્રમાણે જીવ અને કર્મનો ભેદ અભ્યાસપૂર્વક ધ્યાન અને સન્યાસની વિધિ બતાવતાં આચાર્ય કહે છે કે જ્ઞાની એમ ચિંતવન કરે છે - ‘હું પ્રકૃત્તિ, પ્રદેશ, સ્થિતિ, અનુભાગબંધથી રહિત કેવળજ્ઞાન