________________
૩૪૫ ચળતા, મલિનતા અને અગાઢતા રહિત શ્રદ્ધાન તે જ સમ્યકત્વ છે; હેય અને ઉપાદેય તત્ત્વોને જાણવારૂપ ભાવ તે (સમ્યક) જ્ઞાન છે.
સભ્યત્વનું નિમિત્ત જિનસૂત્ર છે; જિનસૂત્રના જાણનારા પુરુષોને (સમ્યક્તના)અંતરંગ હેતુઓ કહ્યા છે, કારણ કે તેમને દર્શનમોહના ક્ષયાદિક છે.
સાંભળ, મોક્ષને માટે સમત્વ હોય છે, સમ્યજ્ઞાન હોય છે, ચારિત્ર (પણ) હોય છે, તેથી હું વ્યવહાર અને નિશ્ચયથી ચારિત્ર કહીશ.
વ્યવહારનયના ચારિત્રમાં વ્યવહારનયનું તપશ્ચરણ હોય છે; નિશ્ચયનયના ચારિત્રમાં નિશ્ચયથી તપશ્ચરણ હોય છે. ૧. અભિનિ શ = અભિપ્રાય; આગ્રહ.