________________
૩૪૬
૪. વ્યવહારચારિત્ર અધિકાર
कुलजोणिजीवमग्गणठाणाइसु जाणिऊण जीवाणं। तस्सारंभणियत्तणपरिणामो होइ पढमवदं॥५६॥ જવસ્થાન, માર્ગણસ્થાન, યોનિ,કુલારિજીવનાં જાણીને,
આરંભથી નિવૃત્તિરૂપ પરિણામ તે વ્રત પ્રથમ છે. ૫૬. અર્થ જીવોના કુળ, યોનિ, જીવસ્થાન, માર્ગણાસ્થાન વગેરે જાણીને તેમના આરંભથી નિવૃનિરૂપ પરિણામ તે પહેલું વ્રત છે.
रागेण व दोसेण व मोहेण मोसभासपरिणाम।
जो पजहदि साहु सया बिदियवदं होइ तस्सेव ॥५७॥ વિષ-રાગ-વિમોહજનિત મૃષા તણા પરિણામને
જે છોડતા મુનિરાજ, તેને સર્વદા વ્રત દ્વિતીય છે. ૫૭. અર્થ: રાગથી, દ્વેષથી અથવા મોહથી થતાં મૃષા ભાષાના પરિણામને જે સાધુ છોડે છે, તેને જરાદા બીજું વ્રત છે.
गामे वा णयरे वाऽरण्णे वा पेच्छिऊण परमत्थं। जो मुयदि गहणभावं तिदियवदं होदि तस्सेव ॥५८॥ નગરે, અરણ્ય, ગ્રામમાં કો વસ્તુ પરની દેખીને
છોડે ગ્રહણપરિણામ , તે પુરુષને વ્રત તૃતીય છે. ૫૮. અર્થ ગ્રામમાં, નગરમાં કે વનમાં પારકી વસ્તુ દેખીને જે (સાધુ) તેને ગ્રહવાના ભાવને છોડે છે, તેને જ ત્રીજું
વ્રત છે.
दतॄण इत्थरूवं वांछाभावं णियत्तदे तासु। मेहुणसण्णविवज्जियपरिणामो अहव तुरियवदं ॥५९॥ સ્ત્રીરૂપ દેખી સ્ત્રી પ્રતિ અભિલાષભાવનિવૃત્તિ જે,
વા મિથુનસંજ્ઞાહિત જે પરિણામ તે વ્રત તુર્ય છે. ૫૯, અર્થ : સ્ત્રીઓનું રૂપ દેખીને તેમના પ્રત્યે વાંછાભાવની નિવૃત્તિ તે અથવા મૈથુનસંજ્ઞારહિત જે પરિણામ તે ચોથું
વ્રત છે.