________________
૩૪૭ सव्वेसिं गंथाणं चागो णिरवेक्खभावणापुव्वं । पंचमवदमिदि भणिदं चारित्तभरं वहंतस्स ॥६०॥ નિરપેક્ષ ભાવન સહિત સર્વ પરિગ્રહોનો ત્યાગ જે,
તે જાણવું વ્રત પાંચમું ચારિત્રભર વહનારને. ૬૦. અર્થ 'નિરપેક્ષ ભાવનાપૂર્વક (અર્થાત્ જે ભાવનામાં પરની અપેક્ષા નથી એવી શુદ્ધ નિરાલંબન ભાવના સહિત)
સર્વપરિગ્રહોનો ત્યાગ(સર્વપરિગ્રહત્યાગ સંબંધી શુભભાવ)તે, ચારિત્રભર વહનારને પાંચમું વ્રત કહ્યું છે. ૧. મુનિને નિત્વોચિત નિરપેક્ષ શુદ્ધ પરિણતિની સાથે વર્તતો જે (હઠ વગરનો) સર્વપરિગ્રહત્યાગ સંબંધી શુભોપયોગ તે વ્યવહાર અપરિગ્રહવ્રત કહેવાય છે. શુદ્ધ પરિણતિ ન હોય ત્યાં શુભોપયોગ હઠ સહિત હોય છે, તે શુભોપયોગ તો વ્યવહાર-વ્રત પણ કહેવાતું નથી. (આ પાંચમા વ્રતની માફક અન્ય વ્રતોનું પણ સમજી લેવું.) ૨. ચારિત્રભર = ચારિત્રનો ભાર, ચારિત્રસમૂહ, ચારિત્રની અતીશયતા.
पासुगमग्गेण दिवा अवलोगंतो जुगप्पमाणं हि। गच्छइ पुरदो समणो इरियासमिदी हवे तस्स ॥६१॥ અવલોકી માર્ગ ધુરા પ્રમાણ કરે ગમન મુનિરાજ જે
દિવસે જ પ્રાસુક માર્ગમાં, ઇર્યાસમિતિ તેહને. ૬૧. અર્થ : જે શ્રમણ પ્રાસુક માર્ગે દિવસે ધુરા પ્રમાણ આગળ જોઈને ચાલે છે, તેને ઇર્યાસમિતિ હોય છે.
पेसुण्णहासकक्कसपरणिंदप्पप्पसंसियं वयणं। परिचत्ता सपरहिदं भासासमिदी वदंतस्स ॥६२॥ નિજસ્તવન, પરનિંદા, પિશુનતા, હાસ્ય, કર્કશવચનને
છોડી સ્વરહિત જે વદે, ભાષાસમિતિ તેહને. ૬૨. અર્થ પૈશૂન્ય (ચાડી), હાસ્ય, કર્કશ ભાષા, પરનિંદા અને આત્મપ્રશંસારૂપ વચનો પરિત્યાગીને જેસ્વપરહિતરૂપ વચનો બોલે છે, તેને ભાષાસમિતિ હોય છે.
कदकारिदाणुमोदणरहिदं तह पासुगं पसत्थं च। दिण्णं परेण भत्तं समभुत्ती एसणासमिदी॥६३॥ અનુમનન-કૃત-કારિતવિહીન, પ્રશસ્ત, પ્રાસુક અશનને -પરદત્તને મુનિ જે ગ્રહે, એષણસમિતિ તેહને. ૬૩.