________________
૩૫૭
૬. નિશ્ચય-પ્રત્યાખ્યાન અધિકાર
मोत्तूण सयलजप्पमणागयसुहमसुहवारणं किच्चा। अप्पाणं जो झायदि पच्चक्खाणं हवे तस्स ।। ९५ ।। પરિત્યાગી જલ્પ સમસ્તને, ભાવી શુભાશુભ વારીને, જે જીવ ધ્યાવે આત્મને, પચખાણ છે તે જીવને. ૯૫.
અર્થ સમસ્ત જપને (-વચનવિસ્તારને) છોડીને અને અનાગત શુભ-અશુભનું નિવારણ કરીને જે આત્માને ધ્યાવે છે, ને પ્રત્યાખ્યાન છે.
केवलणाणसहावो केवलदंसणसहावसुहमइओ। केवलसत्तिसहावो सो हं इदि चिंतए णाणी ॥ ९६ ॥
કેવલદરશ, કેવલવીરજ, કૈવલ્યજ્ઞાનસ્વભાવી છે, વળી સૌખ્યમય છે જેહ તે હું - એમ જ્ઞાની ચિંતવે. ૯૬.
અર્થ : કેવળજ્ઞાનસ્વભાવી, કેવળદર્શનસ્વભાવી, સુખમય અને કેવળશક્તિસ્વભાવી તે હું છું - એમ જ્ઞાની
ચિંતવે છે.
णियभावं णवि मुच्चइ परभावं णेव गेण्हए केई ।
जादि पस्सदि सव्वं सो हं इदि चिंतए णाणी ॥ ९७ ॥
નિજભાવને છોડે નહીં, પરભાવ કંઈ પણ નવ ગ્રહે,
જાણે - જુએ જે સર્વ, તે હું - એમ જ્ઞાની ચિંતવે. ૯૭.
અર્થ : જે નિજભ વને છોડતો નથી, કાંઈ પણ પરભાવને ગ્રહતો નથી, સર્વને જાણે-દેખે છે, તે હું છું - એમ જ્ઞાની ચિતવ છે.
पयडिट्ठिदिअणुभागप्पदेसबंधेहिं वज्जिदो अप्पा |
सोहं इदि चिंतिज्जो तत्थेव य कुणदि थिरभावं ।। ९८॥ પ્રકૃતિ-સ્થિતિ-પરદેશ-અનુભવબંધ વિરહિત જીવજે છું તે જ હું - ત્યમ ભાવતો, તેમાં જ તે સ્થિરતા કરે. ૯૮.