________________
૩૫૫ मोत्तूण अट्टरुदं झाणं जो झादि धम्मसुक्कं वा। सो पडिकमणं उच्चइ जिणवरणिद्दिट्ठसुत्तेसु ॥८९॥ તજી આર્ત તેમ જ રૌદ્રને, ધ્યાવે ધરમને, શુક્લને,
તે પ્રતિક્રમણ કહેવાય છે જિનવરકથિત સૂત્રો વિષે. ૮૯. અર્થ જે (જીવ) આર્ત અને રૌદ્ર ધ્યાન છોડીને ધર્મ અથવા શુક્લ ધ્યાનને ધ્યાવે છે, તે (જીવ) જિનવરકથિત, સૂત્રોમાં પ્રતિક્રમણ કહેવાય છે.
मिच्छत्तपहुदिभावा पुव्वं जीवेण भाविया सुइरं। सम्मत्तपहुदिभावा अभाविया होंति जीवेण ॥९०॥ મિથ્યાત્વ-આદિક ભાવને ચિરકાળ ભાવ્યા છે જીવે;
સમ્યકત્વ-આદિક ભાવ રે! ભાવ્યા નથી પૂર્વે જીવે. ૯૦. અર્થ : મિથ્યાત્વાદિભાવો જીવે પૂર્વે સુચિર કાળ(બહુદીર્ધકાળ)ભાવ્યા છે; સમ્માદિભાવો જીવે ભાવ્યા નથી.
मिच्छादसणणाणचरित्तं चइऊण णिखसेसेण। सम्मत्तणाणचरणं जो भावइ सो पडिक्कमणं॥९१॥ નિઃશેષ મિથ્યાજ્ઞાન-દર્શન-ચરણને પરિત્યાગીને
સુજ્ઞાન-દર્શન-ચરણ ભાવે, જીવ તે પ્રતિક્રમણ છે. ૯૧. અર્થ : મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રને નિરવશેષપણે છોડીને સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને સમ્મચારિત્રને જે (જીવ) ભાવે છે, તે (જીવ) પ્રતિક્રમણ છે.
उत्तमअटुं आदा तम्हि ठिदा हणदि मुणिवरा कम्म। तम्हा दु झाणमेव हि उत्तमअट्ठस्स पडिकमणं ॥९२॥ આત્મા જ ઉત્તમ-અર્થ છે, તત્રસ્થ મુનિ કર્મો હણે;
તે કારણે બસ ધ્યાન ઉત્તમ-અર્થનું પ્રતિક્રમણ છે. ૯૨. અર્થ : ઉત્તમાર્થ (-ઉત્તમ પદાર્થ) આત્મા છે; તેમાં સ્થિત મુનિવરો કર્મને હણે છે. તેથી ધ્યાન જ ખરેખર ઉત્તમાર્થનું પ્રતિક્રમણ છે.
झाणणिलीणो साहू परिचागं कुणइ सव्वदोसाणं। तम्हा दु झाणमेव हि सव्वदिचारस्स पडिमकणं ॥९३॥