________________
૩૬૦
૭. પરમ-આલોચના અધિકાર
णोकम्मकम्मरहियं विहावगुणपज्जएहिं वदिरित्तं । अप्पाणं जो झायदि समणस्सालोयणं होदि॥१०७॥ તે શ્રમણને આલોચના, જે શ્રમણ ધ્યાને આત્મને,
નોકર્મકર્મ - વિભાવગુણપર્યાયથી વ્યતિરિક્તને. ૧૦૭ અર્થ નોકર્મ ને કર્મથી રહિત તથા વિભાવગુણપર્યાયોથી 'વ્યતિરિક્ત આત્માને જે ધ્યાવે છે, તે શ્રમણને
આલોચના છે. ૧. વ્યતિરિક્ત = રહિત, ભિન્ન
आलोयणमालुंछण वियडीकरणं च भावसुद्धी य। चउविहमिह परिकहियं आलोयणलक्खणं समए ॥१०८॥ આલોચનાનું રૂપ ચઉવિધ વર્ણવ્યું છે. શાસ્ત્રમાં,
-આલોચના, આલુંછના, અવિકૃતિકરણ ને શુદ્ધતા. ૧૦૮ અર્થ હવે, આલોચનાનું સ્વરૂપ 'આલોચન, ‘આલુંછન, અવિકૃતિકરણ અને 'ભાવશુદ્ધિ એમ ચાર પ્રકારનું
શાસ્ત્રમાં કહ્યું છે. ૧. પોતે પોતાના દોષો સૂક્ષ્મતાથી જોઈ જવા અથવા ગુરુ પાસે પોતાના દોષોનું નિવેદન કરવું તે વ્યવહાર-આલોચન છે. નિશ્ચય
આલોચનનું સ્વરૂપ ૧૦૯મી ગાથામાં કહેવામાં આવશે. ૨. આલુંછન = (દોષોનું) આલુચન અર્થાત ઉખેડી નાંખવું તે. ૩. અવિકૃતિકરણ = વિકાર રહિતતા કરવી તે. ૪. ભાવશુદ્ધિ = ભાવોને શુદ્ધ કરવા તે.
जो पस्सदि अप्पाणं समभावे संठवित्तु परिणाम। आलोयणमिदि जाणह परमजिणंदस्स उवएसं॥ १०९॥ સમભાવમાં પરિણામ સ્થાપી દેખતો જે આત્મને,
તે જીવ છે આલોચના-જિનવરવૃષભ-ઉપદેશ છે. ૧૯. અર્થ :જે (જીવ) પરિણામને સમભાવમાં સ્થાપીને (નિજ) આત્માને દેખે છે, તે આલોચન છે એમ પરમ
જિનેન્દ્રનો ઉપદેશ જાણ.