________________
૩૫૬ રહી ધ્યાનમાં તલ્લીન, છોડે સાધુ દોષ સમસ્તને;
તે કારણ બસ ધ્યાન સૌ અતિચારનું પ્રતિક્રમણ છે. ૯૩. અર્થ ધ્યાનમાં લીન સાધુ સર્વ દોષોનો પરિત્યાગ કરે છે; તેથી ધ્યાન જ ખરેખર સર્વ અતિચારનું પ્રતિક્રમણ છે.
पडिकमणणामधेये सुत्ते जह विण्णिदं पडिक्कमणं। तह णच्चा जो भावइ तस्स तदा होदि पडिक्कमणं॥९४॥ પ્રતિક્રમણનામક સૂત્રમાં જ્યમ વર્ણવ્યું પ્રતિક્રમણને
ત્યમ જાણી ભાવે ભાવના, તેને તદા પ્રતિક્રમણ છે. ૯૪. અર્થ : પ્રતિક્રમણ નામના સૂત્રમાં જે પ્રમાણે પ્રતિક્રમણ વર્ણવવામાં આવ્યું છે તે પ્રમાણે જાણીને જે ભાવે છે,
તેને ત્યારે પ્રતિક્રમણ છે.