________________
૩૪૮
અર્થ ઃ પર વડે દેવામાં આવેલું, કૃત-કારિત-અનુમોદન રહિત, પ્રાસુક અને `પ્રશસ્ત ભોજન કરવારૂપ જે સમ્યક્
આહારગ્રહણ તે એષણાસિમિત છે.
૧. પ્રશસ્ત= સારું; શાસ્ત્રમાં પ્રશંસેલું; જે વ્યવહારે પ્રમાદાદિનું કે રોગાદિનું નિમિત્ત ન હોય એવું.
पोत्थइकमंडलाई गहणविसग्गेसु पयतपरिणामो । आदावणणिक्खेवणसमिदी होदि ति णिद्दिट्ठा ॥ ६४॥
શાસ્ત્રાદિ ગ્રહતાં-મૂકતાં મુનિના પ્રયત પરિણામને આદાનનિક્ષેપણ સમિતિ કહેલ છે આગમ વિષે. ૬૪.
અર્થ : પુસ્તક, કમંડળ વગેરે લેવા-મૂકવા સંબંધી પ્રયત્નપરિણામ તે આદાનનિક્ષેપણસમિતિ છે એમ કહ્યું છે.
पासुगभूमिपदेसे गूढे रहिए परोपरोहेण ।
उच्चारादिच्चागो पइट्ठासमिदी हवे तस्स ।। ६५ ।।
જે ભૂમિ પ્રાસુક, ગૂઢ ને ઉપરોધ જ્યાં પરનો નહીં, મળત્યાગ ત્યાં કરનારને સમિતિ પ્રતિષ્ઠાપન તણી.
૬૫.
ન
અર્થ : જેને પરના ઉપરોધ વિનાના (-બીજાથી રોકવામાં ન આવે એવા), ગૂઢ અને પ્રાસક ભૂમિપ્રદેશમાં મળાદિનો ત્યાગ હોય, તેને પ્રતિષ્ઠાપન સમિતિ હોય છે.
कालुस्समोहसण्णारागद्दोसाइअसुहभावाणं ।
परिहारो मणुगुत्ती ववहारणयेण परिकहियं ।। ६६ ।।
કાલુષ્ય, સંજ્ઞા, મોહ, રાગ, દ્વેષ આદિ અશુભના પરિહારને મનગુપ્તિ છે ભાખેલ નય વ્યવહારમાં. ૬૬.
અર્થ :કલુષતા, મોહ, સંજ્ઞા, રાગ, દ્વેષ વગેરે અશુભ ભાવોના પરિહારને વ્યવહારનયથી મનો ગુપ્તિ કહેલ છે.
थीराजचोरभत्तकहादिवयणस्स पावहेउस्स।
परिहारो वयगुत्ती अलियादिणियत्तिवयणं वा ।। ६७ ॥ સ્ત્રી-રાજ-ભોજન-ચોરકથની હેતુ છે જે પાપની
તસુ ત્યાગ, વા અલીકાદિનો જે ત્યાગ, ગુપ્તિ વચનની. ૬૭.
અર્થ :પાપના હેતુભૂત એવાં સ્રીકથા, રાજકથા, ચોરકથા, ભક્તકથા ઇત્યાદિરૂપ વચનોનો પરિહાર અથવા અસત્યાદિકની નિવૃત્તિવાળાં વચનો તે વચનગુપ્તિ છે.