________________
૩૫૦ છે અષ્ટ કર્મ વિનષ્ટ, અષ્ટ મહાગુણે સંયુક્ત છે,
શાશ્વત, પરમને લોક-અગ્રવિરાજમાન શ્રી સિદ્ધ છે. ૭૨. અર્થ આઠ કર્મના બંધને જેમણે નષ્ટ કરેલ છે એવા, આઠ મહાગુણો સહિત, પરમ, લોકના અગ્રે સ્થિત અને નિત્યઆવા, તે સિદ્ધો હોય છે.
पंचाचारसमग्गा पंचिंदियदंतिदप्पणिद्दलणा। धीरा गुणगंभीरा आयरिया एरिसा होति ॥७३॥ પરિપૂર્ણ પંચાચારમાં, વળી ધીર, ગુણગંભીર છે,
પંચેદ્રિગજના દર્પદલને દક્ષ શ્રી આચાર્ય છે. ૭૩. અર્થ : પંચાચારોથી પરિપૂર્ણ, પંચેન્દ્રિયરૂપી હાથીના મદનું દલો કરનારા, ધીર અને ગુણગંભીર, આવા, આચાર્યો હોય છે.
रयणत्तयसंजुत्ता जिणकहियपयत्थदेसया सूरा। णिकंखभावसहिया उवज्झाया एरिसा होंति ॥७४॥ રત્નત્રય સંયુક્ત ને નિકાંક્ષભાવથી યુક્ત છે,
જિનવરકથિત અર્થોપદેશે શૂર શ્રી ઉવઝાય છે. ૭૪. અર્થ : રત્નત્રયથી સંયુક્ત, જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક અને નિકાંક્ષભાવ સહિત; આવા, ઉપાધ્યાયો હોય છે.
वावारविप्पमुक्का चउब्विहाराहणासयारत्ता। णिग्गंथा णिम्मोहा साहू दे एरिसा होति ॥७५ ॥ નિગ્રંથ છે, નિર્મોહ છે, વ્યાપારથી પ્રવિમુક્ત છે,
ચઉવિધ આરાધન વિષે નિત્યાનુરક્ત શ્રી સાધુ છે. ૭૫. અર્થ વ્યાપારથી વિમુક્ત (સમસ્ત વ્યાપાર રહિત), ચતુર્વિધ આરાધનામાં સદા રક્ત, નિગ્રંથ અને નિર્મોહ; - આવા, સાધુઓ હોય છે.
एरिसयभावणाए ववहारणयस्स होदि चारित्तं। णिच्छयणयस्स चरणं एत्तो उड्डे पवक्खामि ॥७६ ॥