________________
३४३ અર્થ :વર્ણ-રસ-ગંધ-સ્પર્શ, સ્ત્રી-પુરુષ-નપુંસકાદિ પર્યાયો, સંસ્થાનો અને સંહનનો - એ બધાં જીવને નથી.
જવને અરસ, અરૂપ, અગંધ, અવ્યક્ત, ચેતનાગુણવાળો, અશબ્દ, અલિંગગ્રહણ (લિંગથી અગ્રાહ્ય) અને જેને કોઈ સંસ્થાન કહ્યું નથી એવો જાણ.
जारिसिया सिद्धप्पा भवमल्लिय जीव तारिसा होति। जरमरणजम्ममुक्का अट्टगुणालंकिया जेण॥४७॥ જેવા જીવો છે સિદ્ધિગત તેવા જીવો સંસારી છે,
જેથી જનમમરણાદિહીન ને અષ્ટગુણસંયુક્ત છે. ૪૭. અર્થ : જેવા સિદ્ધ આત્માઓ છે તેવા ભવલીન (સંસારી) જીવો છે, જેથી (તે સંસારી જીવો સિદ્ધાત્માઓની માફક) જન્મ-જરા-મરણથી રહિત અને આઠ ગુણોથી અલંકૃત છે.
असरीरा अविणासा अणिंदिया णिम्मला विसुद्धप्पा। जह लोयग्गे सिद्धा तह जीवा संसिदी णेया॥४८॥ અશરીર ને અવિનાશ છે, નિર્મળ, અતીન્દ્રિય, શુદ્ધ છે,
જ્યમ લોક-અગ્રે સિદ્ધ, તે રીત જાણ સૌ સંસારીને. ૪૮. અર્થ : જેમ લોકાગ્રે સિદ્ધભગવંતો અશરીરી, અવિનાશી, અતીન્દ્રિય, નિર્મળ અને વિશુદ્ધાત્મા (વિશુદ્ધસ્વરૂપી) છે, તેમ સંસારમાં (સર્વ) જીવો જાણવા.
एदे सव्वे भावा ववहारणयं पडुच्च भणिदा हु। सव्वे सिद्धसहावा सुद्धणया संसिदी जीवा ॥४९॥ આ સર્વ ભાવ કહેલ છે વ્યવહારનયના આશ્રયે;
સંસારી જીવ સમસ્ત સિદ્ધસ્વભાવી શુદ્ધનયાશ્રયે. ૪૯. અર્થ આ (પૂર્વોક્ત) બધા ભાવો ખરેખર વ્યવહારનયનો આશ્રય કરીને (સંસારી જીવોમાં વિદ્યમાન) કહેવામાં આવ્યા છે, શુદ્ધનયથી સંસારમાં રહેલા સર્વ જીવો સિદ્ધસ્વભાવી છે.
पुव्वुत्तसयलभावा परदव्वं परसहावमिदि हेयं । सगदव्वमुवादेयं अंतरतच्चं हवे अप्पा॥५०॥ પૂર્વોક્ત ભાવો પર-દરવ પરભાવ, તેથી હેય છે; આત્મા જ છે આદેય, અંત:તત્ત્વરૂપ નિજદ્રવ્ય જે. ૫૦.