________________
૩૩૩
અર્થ : (એવા) નિઃશેષ દોષથી જે રહિત છે અને કેવળજ્ઞાનાદિ પરમ વૈભવથી જે સંયુક્ત છે, તે પરમાત્મા કહેવાય છે; તેનાથી વિપરીત તે પરમાત્મા નથી.
तस्स मुहुग्गदवयणं पुव्वावरदोसविरहियं सुद्धं ।
आगममिदि परिकहियं तेण दु कहिया हवंति तच्चत्था ॥ ८ ॥ પરમાત્મવાણી શુદ્ધ ને પૂર્વાપરે નિર્દોષ જે, તે વાણીને આગમ કહી; તેણે કહ્યા તત્ત્વાર્થને. ૮.
અર્થ : તેમના મુખમાંથી નીકળેલી વાણી કે જે પૂર્વાપર દોષ રહિત (-આગળ પાછળ વિરોધ રહિત) અને શુદ્ધ છે, તેને આગમ કહેલ છે; અને તેણે તત્ત્વાર્થો કહ્યા છે.
जीवा पोग्गलकाया धम्माधम्मा य काल आयासं । तच्चत्था इदि भणिदा णाणागुणपज्जएहिं संजुत्ता ॥ ९ ॥ જીવદ્રવ્ય, પુદ્ગલ, કાળ તેમ જ આભ, ધર્મ, અધર્મ-એ ભાખ્યા જિને તત્ત્વાર્થ, ગુણપર્યાય વિધવિધ યુક્ત જે. ૯.
અર્થ : જીવો, પુદ્ગલકાયો, ધર્મ, અધર્મ, કાળ અને આકાશ - એ તત્ત્વાર્થો કહ્યા છે, કે જેઓ વિવિધ ગુણપર્યાયોથી સંયુક્ત છે.
जीवो उवओगमओ उवओगो णाणदंसणो होइ । णाणुवओगो दुविहो सहावणाणं विहावणाणं ति ॥ १०॥ ઉપયોગમય છે જીવ ને ઉપયોગ દર્શન-જ્ઞાન છે; જ્ઞાનોપયોગ સ્વભાવ તેમ વિભાવરૂપ દ્વિવિધ છે. ૧૦.
અર્થ : જીવ ઉપયોગમય છે. ઉપયોગ જ્ઞાન અને દર્શન છે. જ્ઞાનોપયોગ બે પ્રકારનો છે ઃ સ્વભાવજ્ઞાન અને
વિભાવજ્ઞાન.
केवलमिंदियरहियं असहायं तं सहावणाणं ति । सण्णाणिदरवियप्पे विहावणाणं हवे दुविहं ॥ ११ ॥
सण्णाणं चउभेयं मदिसुदओही तहेव मणपज्जं । अण्णाणं तिवियप्पं मदियाई भेददो चेव ॥ १२ ॥