________________
૩૩૯ जीवादु पोग्गलादो णंतगुणा चावि संपदा समया। लोयायासे संति य परमट्ठो सो हवे कालो॥३२॥ જીવોથી ને પુગલથી પણ સમયો અનંતગુણા કહ્યા;
તે કાળ છે પરમાર્થ, જે છે સ્થિત લોકાકાશમાં. ૩૨. અર્થ હવે, જીવથી તેમ જ પુદ્ગલથી પણ અનંતગુણા સમયો છે, અને જે (કાલાણુઓ) લોકાકાશમાં છે, તે પરમાર્થ કાળ છે.
जीवादीदव्वाणं परिवट्टणकारणं हवे कालो। धम्मादिचउण्हं णं सहावगुणपज्जया होंति ॥ ३३॥ જીવપુદ્ગલાદિ પદાર્થને પરિણમનકારણ કાળ છે;
ધર્માદિ ચાર સ્વભાવગુણપર્યાયવંત પદાર્થ છે. ૩૩. અર્થ જીવાદિદ્રવ્યોને પરિવર્તનનું કારણ (-વર્તનાનું નિમિત્ત) કાળ છે. ધર્માદિચાર દ્રવ્યોને સ્વભાવગુણપર્યાયો હોય છે.
एदे छद्दव्वाणि य कालं मोत्तूण अत्थिकाय त्ति। णिहिट्ठा जिणसमये काया हु बहुप्पदेसत्तं ॥ ३४॥ .. જિનસમયમાંહી કાળ છોડી શેષ પાંચ પદાર્થ જે;
તે અસ્તિકાય કહ્યા; અનેકપ્રદેશયુત તે કાય છે. ૩૪. અર્થ કાળ છોડીને આ છ દ્રવ્યોને (અર્થાતુ બાકીના પાંચ દ્રવ્યોને) જિનસમયમાં (જિનદર્શનમાં) “અસ્તિકાય” કહેવામાં આવ્યા છે. બહુપ્રદેશીપણું તે કાયવ છે.
संखेज्जासंखेज्जाणंतपदेसा हवंति मुत्तस्स। धम्माधम्मस्स पुणो जीवस्स असंखदेसा हु॥ ३५ ॥ लोयायासे तावं इदरस्स अणंतयं हवे देसा। कालस्स ण कायत्तं एयपदेसो हवे जम्हा ॥ ३६॥ અણસંખ્ય, સંખ્ય, અનંત હોય પ્રદેશ મૂર્તિક દ્રવ્યને, અણસંખ્ય જાણ પ્રદેશ ધર્મ, અધર્મ તેમ જ જીવને; ૩૫.