________________
(૩૩૨ જે નિયમથી કર્તવ્ય એવાં રત્નત્રય તે નિયમ છે;
વિપરીતના પરિવાર અર્થે સાર’પદયોજેલ છે. ૩. અર્થ નિયમ એટલે નિયમથી (નક્કી) જે કરવા યોગ્ય હોય તે અર્થાત્ જ્ઞાન-દર્શન-ચારિત્ર. વિપરીતના પરિહાર અર્થે (-જ્ઞાન-દર્શન-ચારિત્રથી વિરુદ્ધ ભાવોના ત્યાગ માટે) ખરેખર ‘સાર” એવું વચન કહ્યું છે.
णियमं मोक्खउवाओ तस्स फलं हवदि परमणिव्वाणं। एदेसिं तिण्हं पि य पत्तेयपरूवणा होइ॥४॥ છે નિયમ મોક્ષોપાય, તેનું ફળ પરમ નિર્વાણ છે;
વળી આ ત્રણેનું ભેદપૂર્વક ભિન્ન નિરૂપણ હોય છે. ૪ અર્થ: (રત્રયરૂપ) નિયમ મોક્ષનો ઉપાય છે, તેનું ફળ પરમ નિર્વાણ છે. વળી (ભેદકથન દ્વારા અભેદ સમજાવવા અર્થે) આ ત્રણનું ભેદ પાડીને જુદું જુદું નિરૂપણ હોય છે.
अत्तागमतच्चाणं सद्दहणादो हवेइ सम्मत्तं। ववगयअसेसदोसो सयलगुणप्पा हवे अत्तो॥५॥ રે! આમ-આગમ-તત્ત્વની શ્રદ્ધાથી સમકિત હોય છે;
નિઃશેષદોષવિહીન જે ગુણસંકળમય તે આપ્ત છે. ૫. અર્થ આમ, આગમ અને તત્ત્વોની શ્રદ્ધાથી સમત્વ હોય છે, જેના અશેષ (સમસ્ત) દોષો દૂર થયા છે એવો જે સકળગુણમય પુરુષ તે આમ છે.
छुहतण्हभीरुरोसो रागो मोहो चिंता जरा रुजा मिच्चू। सेदं खेद मदो रइ विम्हियणिद्दा जणुव्वेगो॥६॥ ભય, રોષ, રાગ, સુધા, તૃષા, મદ, મોહ, ચિંતા, જન્મ ને
રતિ, રોગ, નિદ્રા, સ્વેદ, ખેદ, જરાદિ દોષ અઢાર છે. ૬. અર્થ સુધા, તૃષા, ભય, રોષ (ક્રોધ), રાગ, મોહ, ચિંતા, જરા, રોગ, મૃત્યુ, સ્વેદ(પરસેવો), ખેદ, મદ, રતિ, વિસ્મય, નિદ્રા, જન્મ અને ઉદ્દેગ (આ અઢાર દોષ છે.)
णिस्सेसदोसरहिओ केवलणाणाइपरमविभवजुदो। सो परमप्पा उच्चइ तब्विवरीओ ण परमप्पा ॥७॥ સૌ દોષ રહિત, અનંતજ્ઞાનદગાદિ વૈભવયુક્ત જે, પરમાત્મ તે કહેવાય, તવિપરીત નહિ પરમાત્મા છે. ૭.