________________
[૩૩૦ પરમાત્મતત્ત્વ જન્મ-જરા-મરણરહિત, પરમ, અષ્ટકર્મ વિનાનું, શુદ્ધ, જ્ઞાનાદિક ચાર સ્વભાવવાળું, અક્ષય, અવિનાશી અને અચ્છેદ્ય છે. પરમાત્મતત્ત્વ અવ્યાબાધ, અતીન્દ્રિય, અનુપમ, પુણ્ય-પાપ વિનાનું, પુનરાગમન રહિત, નિત્ય, અચળ અને નિરાવલંબ છે. નિરુપાધિસ્વરૂપ જેનું લક્ષણ છે એવું પરમાત્મતત્ત્વ છે.
અહીં નિયમ અને નિયમનું ફળ પ્રવચનની ભક્તિથી દર્શાવવામાં આવ્યા છે, જો તેમાં કાંઈ પૂર્વાપર વિરોધ હોય તો આગમના જ્ઞાતાઓ તેને દૂર કરી પૂર્તિ કરજો.
ભવ્ય જીવોને સતર્ક કરી અંતમાં કહે છે કે, પરંતુ ઇર્ષાભાવથી કોઈ લોકો સુંદર માર્ગને નિંદે છે, તેમના વચન સાંભળીને જિનમાર્ગ પ્રત્યે અભક્તિ ન કરજો.
આ શાસ્ત્રના ઉપસંહાર સંબંધી છેલ્લે કહે છે પૂર્વાપર દોષરહિત જિનોપદેશને જાણીને મેંનિજભાવના નિમિત્તે નિયમસાર નામનું શાસ્ત્ર કર્યું છે.
સંપૂર્ણ નિયમસારમાં એક જ ધ્વનિ છે પરમ પારિણામિક ભાવરૂપ નિજ શુદ્ધાત્માની આરાધનામાં જ સમસ્ત ધર્મ સમાહિત છે. એના સિવાય જે પણ શુભાશુભ વિકલ્પ અને શુભાશુભ ક્રિયાઓ એમને ધર્મ કહેવો માત્ર ઉપાચાર છે. એટલે પ્રત્યેક આત્માર્થીનો એકમાત્ર કર્તવ્ય આ ઉપચરિત ધર્મથી વિરત થઈને એકમાત્ર નિજ શુદ્ધાત્મતત્વની આરાધનામાં નિરત થવું જોઈએ.
R