________________
૩૨૮
જીવને આવશ્યક કર્મ છે.) કર્મનો વિનાશ કરનારો યોગ (-એવું જે આવશ્યક કર્મ) તે નિર્વાણનો માર્ગ છે. અહીં નિરંતર સ્વવશને નિશ્ચય આવશ્યક કર્મ છે એમ કહ્યું છે.
જે જીવ અશુભ ભાવ સહિત વર્તે છે અથવા સંયત રહેતો થકો ખરેખર શુભભાવમાં પ્રવર્તે છે અથવા જે દ્રવ્ય-ગુણ-પર્યાયોમાં (અર્થાત્ તેમના વિકલ્પોમાં) મન જોડે છે તે પણ અન્યવશ છે, તેથી તેને આવશ્યક કર્મ નથી. પરંતુ જે પરભાવોને ત્યાગ કરીને નિર્મળ સ્વભાવવાળા આત્માને ધ્યાવે છે તે ખરેખર આત્મવશ છે અને તેને આવશ્યક કર્મ (જિનો) કહે છે.
આવશ્યક સહિત શ્રમણ અંતરાત્મા છે અને આવશ્યક રહિત શ્રમણ બહિરાત્મા છે. જે અંતરબાહ્ય જલ્પમાં નથી વર્તતો તે અંતરાત્મા છે અને જે અંતર-બાહ્ય જલ્પમાં વર્તે છે તે બહિરાત્મા છે. જે ધર્મધ્યાન-શુક્લધ્યાન પરિણત છે તે અંતરાત્મા છે અને જે ધ્યાનવિહીન છે તે બહિરાત્મા છે.
આવશ્યક રહિત ન કેવળદર્શનથી ભ્રષ્ટ થાય છે પરંતુ ચારિત્રથી પ્રભ્રષ્ટ (અતિ ભ્રષ્ટ) છે.
એટલે જેને મુક્તિની ઇચ્છા છે, આત્મસ્વભાવમાં સ્થિરતારૂપ આવશ્યક કર્તવ્ય છે તેનાથી જીવને સામાયિકગુણ સંપૂર્ણ થાય છે.
જે શ્રમણ પ્રતિક્રમણાદિ છ આવશ્યક નિશ્ચય ચારિત્રની ક્રિયાને નિરંતર કરતો રહે છે તે વીતરાગ ચારિત્રમાં આરૂઢ છે. વચનમય પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, નિયમ અને આલોચના એ બધું ય સ્વાધ્યાય જાણ.
જો શક્તિ હોય તો ધ્યાનમાં મૌનવ્રત સહિત નિત્ય પ્રતિક્રમણ કરો ! તું શક્તિહીન હોય તો ત્યાં સુધી શ્રદ્ધા જ કર્તવ્ય છે.
આચાર્ય શ્રી કુંદકુંદની આ વિશેષતા છે કે નિશ્ચયપરક પરિભાષાઓ આપી છે અર્થાત્ એમણે માત્ર બાહ્ય ક્રિયાઓ પર જોર ન દઈને આંતરિક પ્રક્રિયાની તરફ વિશેષરૂપથી ધ્યાન આકર્ષીત કર્યું છે. એટલે આંતરિક પ્રક્રિયાના સહયોગી રૂપમાં અને દઢતા માટે અભ્યાસના રૂપમાં બાહ્યક્રિયાને પ્રસ્તુત કરી છે. એટલે બાહ્ય ક્રિયાના સાધ્યભૂત અંતરંગક્રિયાને ઉપાદેય કહી છે. બાહ્ય ક્રિયા તો પ્રયોજનની પૂરક જ ગ્રહણયોગ્ય છે. આત્મામાં લીન થઈ ગયા પછી, આત્મામાં સમાઈ ગયા પછી તે હેય છે, ત્યાગવા યોગ્ય છે. આત્મલીનતાની સ્થિતિમાં સમસ્ત ભેદોનો અભાવ થઈ જાય છે, આ જ કારણે આચાર્યે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, આલોચના અને પ્રાયશ્ચિત -બધાને ધ્યાન જ કહ્યું છે અને આ ધ્યાનમય પ્રતિક્રમણ આદિને કરવાને ઉપદેશ આપ્યો છે. એમણે તો ત્યાં સુધી કહ્યું છે કે જો ધ્યાનમય પ્રતિક્રમણાદિ કરવાનું સામર્થ્ય ન હોય તો એનું શ્રદ્ધાન તો કરવું જોઈએ.
વચનમય પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન, નિયમ અને આલોચનાને પણ કરવી જોઈએ કારણ કે આ બધું ય પ્રશસ્ત સ્વાધ્યાય છે.
અનેક પ્રકારના જીવો છે, અનેક પ્રકારનું કર્મ છે, અનેક પ્રકારની લબ્ધિ છે; તેથી સ્વધર્મીઓ અને