________________
[૩૨૩ આના પછી ૭૧ ગાથાથી પંચપરમેષ્ઠીનું સ્વરૂપ બતાવતાં કહે છે કે ઘાતિકર્મથી રહિત, કેવળજ્ઞાનાદિ ગુણોથી યુક્ત, ચોત્રીસ અતિશયોથી સંયુક્ત અરહંત હોય છે. અષ્ટ કર્મોથી રહિત, આઠ ગુણોથી અલંકૃત, લોકાગ્રમાં સ્થિત, પરમ નિત્ય સિદ્ધ હોય છે. ઇન્દ્રિયોને વશ કરવામાં પંચાચારોથી પરિપૂર્ણધીર-ગુણગંભીર આચાર્ય હોય છે. નિઃકાંક્ષિતભાવથી સહિત, રત્નત્રયથી યુક્ત જિનકથિત પદાર્થોના શૂરવીર ઉપદેશક ઉપાધ્યાય હોય છે. સમસ્ત વ્યાપાર રહિત, નિર્મોહ, નિગ્રંથ અને ચતુર્વિધ આરાધનમાં રત સાધુ હોય છે.
આચાર્યે વ્રત અને ગુમિને તો નકારાત્મક રૂપથી વર્ણવ્યા છે અને પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ નકારાત્મક અને સકારાત્મક બન્ને પ્રકારથી બતાવ્યું છે. પંચ પરમેષ્ઠીના ગુણોમાં અંતરંગ અને બહિરંગ બન્નેનું વર્ણન છે.
આ પ્રમાણે વ્યવહારચારિત્રના અંતર્ગત આચાર્યે પાંચ વ્રત, પાંચ સમિતિ, ત્રણ ગુમિ અને પંચ પરમેષ્ઠીની ભકિતને લીધા છે. છેલ્લી ૭૬ મી ગાથામાં નિશ્ચયચારિત્રની સૂચનાનું કથન છે. પરમ
પંચમભાવમાં લીન, પંચમગતિના હેતુભૂત, શુદ્ધ નિશ્ચયાત્મક પરમચારિત્ર દેખવા યોગ્ય છે. ૫. પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર :
વ્યવહાર ચારિત્રનું વર્ણન કરીને હવે આચાર્યદવ નિશ્ચયચારિત્રનું વર્ણન કરે છે. જેમાં સર્વ પ્રથમ ગાથા ૭૭ થી ૯૪ સુધી પરમાર્થ પ્રતિક્રમણ અધિકાર છે, જે નિશ્ચય ચારિત્રની અંતર્ગત છે અને એના પછી જેટલા અધિકાર છે એ બધા નિશ્ચય ચારિત્રના મહાધિકારની અંતર્ગત જ છે. અર્થાત્ એ બધામાં ભિન્ન ભિન્ન પ્રકારથી નિશ્ચય ચારિત્રનું જ વર્ણન કરવામાં આવ્યું છે.
આ અધિકારની પ્રથમ પાંચ ગાથાઓમાં ૭૦ થી ૮૧ સુધી જેને પંચરત્ન કહે છે, તેમાં નારકાદિ, ગુણસ્થાનાદિ, બાલાદિ, રાગાદિ અને ક્રોધાદિ ભાવોનું નિશ્ચયથી આત્મા કર્તા, કારયિતા, અનુમંતા અને કારણ નથી - એવું બતાવવામાં આવ્યું છે. અહીં શુદ્ધ આત્માને સકળ કર્તુત્વનો અભાવ દર્શાવે છે.
હવે ૮૨મી ગાથામાં કહે છે આવા ભેદ અભ્યાસથી માધ્યસ્થ ભાવની ઉત્પત્તિ થાય છે તેને નિશ્ચય ચારિત્ર કહે છે. તે ચારિત્રને દઢ કરવા નિમિત્તે પ્રતિક્રમણ આદિહોય છે તેથી તેનું વર્ણન કરવામાં આવશે.
ભૂતકાળમાં થયેલા દોષોનું પરિહાર કરવા માટે પ્રાયશ્ચિત કરવામાં આવે છે, તે પ્રતિક્રમણ છે.
જે આત્માને ધ્યાવે છે તેને પ્રતિક્રમણ હોય છે. નિશ્ચયથી તો ધ્યાન જ પ્રતિક્રમણ છે. વ્યવહારથી શાસ્ત્રમાં કહ્યા અનુસાર આચરણ કરવું પણ પ્રતિક્રમણ છે.
પ્રતિક્રમણ કેવી રીતે થાય? એ બતાવતા આચાર્ય ૮૩થી૮૧ ગાથા કહે છે. વચન રચના છોડીને, રાગાદિ ભાવોનું નિવારણ કરીને, જે આત્માને ધ્યાવે છે, વિરાધનાને છોડીને આરાધનામાં વર્તે છે, અનાચારને છોડીને આચારમાં સ્થિર ભાવ કરે છે, ઉન્માર્ગનો ત્યાગ કરીને, જિનમાર્ગમાં સ્થિર ભાવ કરે છે, શલ્યભાવ (નિદાનશલ્ય, માયાશલ્ય અને મિથ્યાત્વશલ્ય) છોડીને નિઃશલ્યભાવમાં પરિણમિત થાય છે, અગુપ્રિભાવ છોડીને ત્રિગુમિગુપ્ત રહે છે, આતેમજ રૌદ્રધ્યાનને છોડીને ધર્મ અને શુક્લધ્યાનને ધ્યાને છે, મિથ્યાદર્શનાદિક ભાવોને ત્યજીને સમ્યકદર્શન-જ્ઞાન-ચારિત્રને જે જીવ ભાવે છે તેને જ પ્રતિક્રમણ છે.