________________
૩૧૮ પરિપક્વતાને લીધે સાથે સાથે જે અશુદ્ધિરૂપ અંશ વિદ્યમાન હોય છે તે અશુદ્ધિરૂપી અંશ જ વ્યવહાર પ્રતિક્રમણાદિ અનેક અનેક શુભ વિકલ્પાત્મક ભાવારૂપે દેખાવ દે છે. તે અશુદ્ધિ અંશ ખરેખર મોક્ષમાર્ગ કેમ હોઈ શકે ? તે તો ખરેખર મોક્ષમાર્ગથી વિરુદ્ધ ભાવ છે, બંધ ભાવ જ છે એમ તમે સમજો. વળી, દ્રવ્યલિંગી મુનિને જે પ્રતિક્રમણ, પ્રત્યાખ્યાન વગેરે શુભભાવો હોય છે તે ભાવો તો દરેક જીવ અનંતવાર કરી ચૂક્યો છે, પરંતુ તે ભાવો તેને કેવળ પરિભ્રમણનું કારણ જ થયા છે કારણ કે પરમાત્મતત્વના આશ્રય વિના આત્માનું સ્વભાવ પરિણમન અંશે પણ નહિ થતું હોવાથી તેને મોક્ષમાર્ગની પ્રાપ્તિ અંશમાત્ર પણ હોતી નથી. સર્વ જિનેન્દ્રોના દિવ્યધ્વનિનો સંક્ષેપ અને અમારા સ્વસંવેદનનો સાર એ છે કે ભયંકર સંસાર રોગનું એકમાત્ર ઔષધ પરમાત્મતત્ત્વનો આશ્રય જ છે. જ્યાં સુધી જીવની દષ્ટિ ધ્રુવ અચળ પરમાત્મતત્ત્વ ઉપર ન પડતાં ક્ષણિક ભાવો ઉપર રહે છે ત્યાં સુધી અનંત ઉપાયે પણ તેના કૃતક ઔપાધિક ઉછાળા - શુભાશુભ વિકલ્પો શમતાં નથી, પરંતુ જ્યાં તે દષ્ટિને પરમાત્મતત્ત્વરૂપ ધ્રુવ આલંબન હાથ લાગે છે ત્યાં તે જ ક્ષણે તે જીવ (દષ્ટિ અપેક્ષાએ) કૃતકૃત્યતા અનુભવે છે, (દષ્ટિ અપેક્ષાએ) વિધિ-નિષેધ વિલય પામે છે, અપૂર્વ સમરસ ભાવનું વેદના થાય છે, નિજ સ્વભાવરૂપ પરિણમનનો પ્રારંભ થાય છે અને કૃતક ઔપાધિક ઉછાળા ક્રમે ક્રમે વિરામ પામતાં જાય છે. આ નિરંજન નિજ પરમાત્મતત્વના આશ્રયરૂપ માર્ગે જ સર્વ મુમુક્ષુઓ ભૂતકાળે પંચમગતિને પામ્યા છે, વર્તમાન કાળે પામે છે અને ભાવી કાળે પામશે. આ પરમાત્મતત્ત્વ સર્વ તત્ત્વોમાં એક સાર છે, ત્રિકાળનિરાવરાણ, નિત્યાનંદ એકસ્વરૂપ છે, સ્વભાવ અનંત ચતુષ્ટથી સનાથ છે, સુખ સાગરનું પૂર છે, કલેશોદધિનો કિનારો છે, ચારિત્રનું મૂળ છે, મુક્તિનું કારણ છે. સર્વ ભૂમિકાના સાધકોને તે જ એક ઉપાદેય છે. હે ભવ્ય જીવો! આ પરમાત્મતત્ત્વનો આશ્રય કરી તમે શુદ્ધ રત્નત્રય પ્રગટ કરો. એટલું ન કરી શકો તો સમ્યગ્દર્શન તો અવશ્ય કરો જ. એ દશા પણ અભૂતપૂર્વ અને અલૌકિક છે.
આમ આ પરમ પવિત્ર શાસ્ત્રને વિષે મુખ્યત્વે પરમાત્મતત્વ અને તેના આશ્રયથી પ્રગટતા પર્યાયોનું વર્ણન હોવા છતાં, સાથે સાથે દ્રવ્ય-ગુણ-પર્યાય, છ દ્રવ્યો, પાંચ ભાવો, વ્યવહાર-નિશ્ચયનયો, વ્યવહાર ચારિત્ર, સમ્યગ્દર્શન પ્રાપ્તિમાં પ્રથમ તો અન્ય સમ્યગ્દષ્ટિ જીવની દેશના જ નિમિત્ત હોય (મિથ્યાષ્ટિ જીવની નહિ) એવો અબાધિત નિયમ, પંચ પરમેષ્ઠીનું સ્વરૂપ, કેવળજ્ઞાન, કેવળદર્શન, કેવળીનું ઈચ્છારહિતપણું વગેરે અનેક વિષયોનું સંક્ષિપ્ત નિરૂપણ પણ કરવામાં આવ્યું છે. આ રીતે ઉપરોક્ત પ્રયોજનભૂત વિષયોને પ્રકાશતું આ શાસ્ત્ર વસ્તુસ્વરૂપનો યથાર્થ નિર્ણય કરી પરમાત્મતત્ત્વની પ્રાપ્તિ કરવા ઇચ્છનાર જીવને મહા ઉપકારી છે. અંત તત્ત્વરૂપ અમૃતસાગર પરમીટ માંડીને જ્ઞાનાનંદના તરંગો ઉછળતા મહા મસ્ત મુનિવરોના અંતરવેદનમાંથી નીકળેલા ભાવોથી ભરેલું આ પરમાગમ નંદનવન સમાન આહલાદકારી છે. મુનિવરોના હૃદયકમળમાં વિરાજમાન અંતઃસ્વરૂપ અમૃતસાગર પરથી અને શુદ્ધોપયોગરૂપ અમૃતઝરણાં પરથી વહેતો શ્રતરૂપ શીતળ સમીર જાણે કે અમૃતશીકરોથી મુમુક્ષુઓના ચિત્તને પરમ શીતળીભૂત કરે છે. આવું શાંત રસમય પરમ આધ્યાત્મિક શાસ્ત્ર આજે પણ વિદ્યમાન છે. એકેક અક્ષર શાશ્વત, ટંકોત્કીર્ણ, પરમ સત્ય, નિરપેક્ષ કારાણશુદ્ધ પર્યાય, સ્વરૂપ પ્રત્યક્ષ સહજજ્ઞાન વગેરે