________________
૩૧૯ વિષયોનું નિરૂપણ કરીને તો મુનિવરોએ અધ્યાત્મની અનુભવગમ્ય અત્યંત સૂક્ષ્મ અને ગહન વાતને આ શાસ્ત્રમાં ખુલ્લી કરી છે.
આ શાસ્ત્રમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવની પ્રાકૃત ગાથાઓ પર તાત્પર્યવૃત્તિ નામની સંસ્કૃત ટીકા લખનાર મુનિવર શ્રી પદ્મપ્રભમલધારિદેવ છે. આ નિયમસારમાં ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદવે ૧૮૭ગાથાઓ પ્રાકૃતમાં રચી છે. અનંત સિદ્ધભગવંતો કઈ રીતે સિદ્ધિ પામ્યા તેનો ઇતિહાસ આમાં મૂકી દીધો છે.
આ ગ્રંથ મુનિરાજે પોતાના દૈનિક પાઠ માટે રચ્યો છે. અને એને ૧૨ અધિકારોમાં વિભક્ત કરવામાં આવ્યો છે. આ બાર અધિકારો આ પ્રમાણે છે. ૧) જીવ અધિકાર
૭) પરમ-આલોચના અધિકાર ૨) અજીવ અધિકાર
૮) શુદ્ધનિશ્ચય-પ્રાયશ્ચિત અધિકાર ૩) શુદ્ધભાવ અધિકાર
૯) પરમ-સમાધિ અધિકાર ૪) વ્યવહારચારિત્ર અધિકાર
૧૦) પરમ-ભક્તિ અધિકાર ૫) પરમાર્થ-પ્રતિક્રમણ અધિકાર ૧૧) નિશ્ચય-પરમાવશ્યક અધિકાર
૬) નિશ્ચય -પ્રત્યાખ્યાન અધિકાર ૧૨) શુદ્ધોપયોગ અધિકાર ૧. જીવ અધિકારઃ
આ અધિકારમાં ૧૯ ગાથાઓ છે. મંગલાચરણ અને ગ્રંથપ્રતિજ્ઞા બાદ મોક્ષ અને મોક્ષમાર્ગની ચર્ચા કરવામાં આવી છે. નિયમસાર’ નામની સાર્થકતા બતાવતા કહે છે કે નિયમથી જે કરવા યોગ્ય છે તે દર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપ કાર્ય છે, આ જ નિયમ છે. મિથ્યાદર્શન, મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્રરૂપ વિપરીત ભાવોના પરિવારને માટે નિયમ’ની સાથે સાર” શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે. આ પછી રત્નત્રયરૂપ નિયમનું નિરૂપણ છે.
સૌથી પ્રથમ સમ્યગ્દર્શનનું સ્વરૂપ બતાવતા આચાર્ય કહે છે કે આપ્ત, આગમ અને તત્ત્વોની શ્રદ્ધાન જ સમ્યગ્દર્શન છે. જે અઢાર દોષોથી રહિત, જ્ઞાનાદિ અનંતગુણોથી યુક્ત અને કેવળજ્ઞાનાદિ પરમ વૈભવથી સંયુક્ત હોય છે તે આમ છે. આતના મુખારવિંદથી નીકળેલી અને પૂર્વાપર દોષ રહિત શુદ્ધ વાણીને આગમ કહે છે. અનેક ગુણ-પર્યાયોથી સંયુક્ત જીવ, પુલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ તત્ત્વાર્થ છે જીવ અને અજીવ (પુદ્ગલ, ધર્મ, અધર્મ, આકાશ અને કાળ) અને તેમની પર્યાયો જ તત્ત્વાર્થ છે.
આ પ્રમાણે આઠ ગાથાઓ તો આરંભિક ભૂમિકા છે. નવમી ગાથામાં છ દ્રવ્યોના નામ બતાડીદસમી ગાથાથી જીવદ્રવ્યની ચર્ચા આરંભ થાય છે અને જે બાકીની દશ ગાથાઓમાં સમાપ્ત કરવામાં આવી છે.