________________
૩૧૩ જીવ બધું જાણે છે અને દેખે છે, સુખને ઇચ્છે છે, દુઃખથી ડરે છે, હિત-અહિતને (શુભ-અશુભ ભાવોને) કરે છે અને તેમના ફળને ભોગવે છે. હવે અજીવને જાણવાની વાત કરે છે.
બીજાય બહુ પર્યાયથી એ રીત જાણી જીવને,
જાણો અજીવ પદાર્થ જ્ઞાનવિભિન્ન જડ લિંગો વડે. ૧૨૩. એ રીતે બીજા પણ બહુ પર્યાયો વડે જીવને જાણીને જ્ઞાનથી અન્ય એવા (જડ) લિંગો વડે અજીવને જાણો.
આકાશ, કાળ, પુદ્ગલ, ધર્મ અને અધર્મમાં જીવના ગુણો નથી; (કારણ કે, તેમને અચેતપણું કહ્યું છે, જીવને ચેતનતા કહી છે.
સુખદુઃખસંચેતન, અહિતની ભીતિ, ઉદ્યમ હિત વિષે
જેને કદી હોતાં નથી, તેને અજીવ શ્રમણો કહે. ૧૨.. સુખ-દુઃખનું જ્ઞાન, હિતનો ઉદ્યમ અને અહિતનો ભય -એ જેને સદાય હોતાં નથી, તેને શ્રમણો ‘અજીવ’ કહે છે. અને હવે જીવ-અજીવને ભેદ બતાવતી અગત્યની બે ગાથા છે.
સંસ્થાન-સંઘાતો, વરણ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શ જે, તે બહુ ગુણો ને પર્યયો પુદ્ગલદરવનિષ્પન્ન છે. ૧૨૬. જે ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે,
નિર્દિષ્ટ નહિ સંસ્થાન, ઇંદ્રિયગ્રાહ્ય નહિ, તે જીવ છે. ૧૨૭. (સમચતુરસ્ત્રાદિ) સંસ્થાનો (ઔદારિકાદિ શરીર સંબંધી) સંઘાતો, વર્ણ, રસ, સ્પર્શ, ગધ અને શબ્દ - એમ જે બહુ ગુણો અને પર્યાયો છે, તે પુગલદ્રવ્યનિષ્પન્ન છે.
જે અરસ, અરૂપ તથા અગંધ છે, અવ્યક્ત છે, અશબ્દ છે, અનિર્દિષ્ટસંસ્થાન છે (અર્થાત્ જેનું કોઈ સંસ્થાન કહ્યું નથી એવો છે), ચેતનાગુણવાળો છે અને ઇન્દ્રિય વડે અગ્રહ્યા છે, તે જીવ જાણો.
જે ખરેખર સંસારસ્થિત જીવ છે તેનાથી પરિણામ થાય છે (અર્થાત્ તેને સ્નિગ્ધ પરિણામ થાય છે), પરિણામથી કર્મ અને કર્મથી ગતિઓમાં ગમન થાય છે. ગતિપ્રામને દેહ થાય છે, દેહથી ઇન્દ્રિયો થાય છે, ઇન્દ્રિયોથી વિષયગ્રહણ અને વિષયગ્રહણથી રાગ અથવા વેષ થાય છે.
છે રાગ, દ્વેષ, વિમોહ, ચિત્તપ્રસાદપરિણતિ જેહને, તે જીવને શુભ વા અશુભ પરિણામનો સદ્ભાવ છે. ૧૩૧.