________________
૩૧૨
થકો હતમોહ થઈને (-જેને દર્શનમોહનો ક્ષય થયો હોય એવો થઈને), રાગ-દ્વેષને પ્રશમિત-નિવૃત્ત કરીને, ઉત્તર અને પૂર્વ બંધનો જેને નાશ થયો છે એવો થાય છે. હવે ૧૦૫ થી ૧૭૩ ગાથા સુધી નવ પદાર્થપૂર્વક મોક્ષમાર્ગનું વર્ણન છે.
સમ્યકત્વજ્ઞાન સમેત ચારિત રાગદ્વેષવિહીન જે,
તે હોય છે નિર્વાણમારગ લબ્ધબુદ્ધિ ભવ્યને. ૧૦૬. સમ્યકત્વ અને જ્ઞાનથી સંયુક્ત એવું ચારિત્ર કે જે રાગદ્વેષથી રહિત હોય તે, લબ્ધબુદ્ધિ ભવ્ય જીવોને મોક્ષનો માર્ગ હોય છે.
‘ભાવો તાણી શ્રદ્ધા સુદર્શન, બોધ તેનો જ્ઞાન છે,
વધુ રૂઢ માર્ગ થતાં વિષયમાં સામ્ય તે ચારિત્ર છે. ૧૦૭. ભાવોનું (-નવ પદાર્થોનું) શ્રદ્ધાન તે સમ્યકત્વ છે, તેમનો અવબોધ તે જ્ઞાન છે; (નિજ તત્ત્વમાં) જેમનો માર્ગ વિશેષ રૂઢ થયો છે તેમને વિષયો પ્રત્યે વર્તતો સમભાવ તે ચારિત્ર છે.
બે ભાવ-જીવ અજીવ, તદ્ગત પુણ્ય તેમ જ પાપ ને
આસરવ, સંવર, નિર્જરા, વળી બંધ, મોક્ષ-પદાર્થ છે. ૧૦૮. જીવ અને અજીવ-બે ભાવો (અર્થાત મૂળપદાર્થો) તથા બેનાં પુણ્ય, પાપ, આસ્રવ, બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ (નવ) પદાર્થો છે. હવે સૌ પ્રથમ જીવદ્રવ્યનું વર્ણન કરે છે.
જીવો દ્વિવિધ-સંસારી, સિદ્ધો, ચેતનાત્મક ઉભય છે;
ઉપયોગલક્ષણ ઉભય; એક સદેહ, એક અદેહ છે. ૧૦૯. જીવો બે પ્રકારના છે - સંસારી અને સિદ્ધ. તેઓ ચેતનાત્મક (-ચેતના સ્વભાવવાળા) તેમ જ ઉપયોગ લક્ષણવાળા છે. સંસારી જીવો દેહમાં વર્તનારા અર્થાત્ દેહસહિત છે અને સિદ્ધ જીવો દેહમાં નહિ વર્તનારા અર્થાત્ દેહરહિત છે. ભવ્ય અને અભવ્ય એમ બે પ્રકારના સંસારી છે.
રે! ઇન્દ્રિયો નહિ જીવ, પવિધ કાય પણ નહિ જીવ છે;
છે તેમનામાં જ્ઞાન જે બસ તે જ જીવ નિર્દિષ્ટ છે. ૧૨૧. (વ્યવહારથી કહેવામાં આવતાં એકૅક્રિયાદિ તથા પૃથ્વીકાયિકાદિ ‘જીવોમાં) ઇન્દ્રિયો જીવ નથી અને છે પ્રકારની શાસ્ત્રોક્ત કાયો પણ જીવ નથી; તેમનામાં જે જ્ઞાન છે તે જીવ છે એમ (જ્ઞાનીઓ) પ્રરૂપે છે.
જાણે અને દેખે બધું, સુખ અભિલશે, દુખથી ડરે, હિત-અહિત જીવ કરે અને હિત-અહિતનું ફળ ભોગવે. ૧૨૨.