________________
૩૦૧ હેતુ-અભાવે નિયમથી આગ્નવનિરોધન જ્ઞાનીને, આસરવભાવ-અભાવમાં કર્મો તણું શોધન બને; ૧૫૦. કર્મો - અભાવે સર્વજ્ઞાની સર્વદર્શી થાય છે,
ને અક્ષરહિત, અનંત, અવ્યાબાધ સુખને તે લહે. ૧૫૧. અર્થ : (મોહરાગદ્વેષરૂપ) હેતુનો અભાવ થવાથી જ્ઞાનીને નિયમથી આસવનો નિરોધ થાય છે અને આસ્વભાવના
અભાવમાં કર્મનો નિરોધ થાય છે. વળી કર્મોનો અભાવ થવાથી તે સર્વજ્ઞ અને સર્વલો દશ થયો થકો ઇન્દ્રિયરહિત, અવ્યાબાધ, અનંત સુખને પામે છે.
दसणणाणसमग्गं झाणं णो अण्णदव्वसंजुत्तं । जायदि णिज्जरहेदू सभावसहिदस्स साधुस्स ॥१५२॥ દગજ્ઞાનથી પરિપૂર્ણ ને પારદ્રવ્યવિરહિત ધ્યાન જે,
તે નિર્જરાનો હેતુ થાય સ્વભાવપરિણત સાધુને. ૧૫૨. અર્થ સ્વભાવસહિત સાધુને (-સ્વભાવપરિણત કેવળી ભગવાનને) દર્શનજ્ઞાનથી સંપૂર્ણ અને અન્ય દ્રવ્યથી અસંયુક્ત એવું ધ્યાન નિર્જરાનો હેતુ થાય છે.
जो संवरेण जुत्तो णिज्जरमाणोध सव्वकम्माणि। ववगदवेदाउस्सो मुयदि भवं तेण सो मोक्खो॥ १५३॥ સંવરસહિત તે જીવ પૂર્ણ સમસ્ત કર્મો નિર્જર,
ને આયુવેદ્યવિહીન થઈ ભવને તજે તે મોક્ષ છે. ૧૫૩. અર્થ : જે સંવરથી યુક્ત છે એવો (કેવળજ્ઞાન પ્રાપ્ત) જીવ સર્વ કર્મોને નિર્જરતો થકો વેદનીય અને આયુષ રહિત થઈને ભવને છોડે છે; તેથી એ રીતે સર્વ કર્મયુગલોનો વિયોગ થવાને લીધે) તે મોક્ષ છે.
जीवसहावं णाणं अप्पडिहददंसणं अण्णणमयं। चरियं च तेसु णियदं अत्थित्तमणिंदियं भणियं ॥ १५४॥ આત્મસ્વભાવ અનન્યમય નિર્વિન દર્શન જ્ઞાન છે;
દજ્ઞાનનિયત અનિંદ્ય જે અસ્તિત્વ તે ચારિત્ર છે. ૧૫૪. અર્થ જીવનો સ્વભાવ જ્ઞાન અને અપ્રતિહત દર્શન છે - કે જેઓ (જીવથી) અનન્યમય છે. ને જ્ઞાનદર્શનમાં
નિયત અસ્તિત્વ - કે જે અનિંદિત છે - તેને (જિનેન્દ્રોએ) ચારિત્ર કહ્યું છે.