________________
૩૦૫ અર્થ અહંત, સિદ્ધ, ચૈત્ય(-અહંતાદિની પ્રતિમા), પ્રવચન (-શાસ્ત્ર), મુનિગણ અને જ્ઞાન પ્રત્યે ભક્તિસંપન્ન જીવ ઘણું પુણ્ય બાંધે છે, પરંતુ તે ખરેખર કર્મનો ક્ષય કરતો નથી.
जस्स हिदएणुमेत्तं वा परदव्वम्हि विज्जदे रागो। सो ण विजाणदि समयं सगस्स सव्वागमधरो वि॥ १६७॥ અણુમાત્ર જેને હૃદયમાં પરદ્રવ્ય પ્રત્યે રાગ છે,
હો સર્વ આગમધર ભલે, જાણે નહીં સ્વક-સમયને. ૧૬૭. અર્થ : જેને પરદ્રવ્ય પ્રત્યે અણુમાત્ર પણ લેશમાત્ર પણ) રાગ હૃદયમાં વર્તે છે તે, ભલે સર્વઆગમધર હોય તો પણ, સ્વકીય સમયને જાણતો (-અનુભવતો) નથી.
धरिदं जस्स ण सक्कं चित्तुब्भामं विणा दु अप्पाणं। रोधो तस्स ण विजदि सुहासुहकदस्स कम्मस्स ॥ १६८॥ મનના ભ્રમણથી રહિત જે રાખી શકે નહિ આત્મને.
શુભ વા અશુભ કર્મો તણો નહિરોધ છે તે જીવને. ૧૬૮. અર્થ : જે (રાગના સદ્ભાવને લીધે) ચિત્તના ભ્રમણ વિનાનો પોતાને રાખી શકતો નથી, તેને શુભાશુભ કર્મનો નિરોધ નથી.
तम्हा णिव्वुदिकामो णिस्संगो णिम्ममो य हविय पुणो। सिद्धेसु कुणदि भत्तिं णिव्वाणं तेण पप्पोदि॥१६॥ તે કારણે મોક્ષેચ્છુ જીવ અસંગ ને નિર્મમ બની
સિદ્ધો તણી ભક્તિ કરે, ઉપલબ્ધિ જેથી મોક્ષની. ૧૬૯. અર્થ માટે મોક્ષાર્થી જીવ નિઃસંગ અને નર્મમ થઈને સિદ્ધોની ભક્તિ (શુદ્ધાત્મદ્રવ્યમાં સ્થિરતારૂપ પારમાર્થિક સિદ્ધભક્તિ) કરે છે, જેથી તે નિર્વાણને પામે છે.
सपयत्थं तित्थयरं अभिगदबुद्धिस्स सुत्तरोइस्स। दरतरं णिव्वाणं संजमतवसंपउत्तस्स ॥१७॥ સંયમ તથા તપયુક્તને પણ દૂતર નિર્વાણ છે,
સૂત્રો, પદાર્થો, જિનવરો પ્રતિ ચિત્તમાં રુચિ જો રહે. ૧૦ અર્થ સંયમતપસંયુક્ત હોવા છતાં, નવ પદાર્થો તથા તીર્થંકર પ્રત્યે જેની બુદ્ધિનું જોડાણ વર્તે છે અને સૂત્રો પ્રત્યે
જેને રુચિ (પ્રીતિ) વર્તે છે, તે જીવને નિર્વાણ દૂરતર (વિશેષ દૂર) છે.