________________
પ્રકરણ ૧૩
શ્રી પંચાસ્તિકાયસંગ્રહ - પ્રસાદી
નમોનિમાં, નિમવાળ” ભવને જીતનારા જિનોને નમસ્કાર - એવા અસાધારણ મંગળ વડે શરૂઆત. કરીને, આ ગ્રંથમાં ૧૭૩ ગાથા દ્વારા આચાર્યદવે પંચાસ્તિકાયનું અને મોક્ષમાર્ગનું સ્વરૂપ બતાવીને વીતરાગ ભાવનું અત્યંત મધુર ઝરણું વહેવડાવ્યું છે.
શત-ઇંદ્રવદિત, ત્રિજગણિત-નિર્મળ-મધુર વદનારને,
નિસીમ ગુણ ધરનારને, જિતભવ નમું જિનરાજને. ૧. સો ઇન્દ્રોથી જે વંદિત છે, ત્રણ લોકને હિતકર, મધુર અને વિશદ નિર્મળ, સ્પષ્ટ) જેમની વાણી છે, (ચૈતન્યના અનંત વિલાસરૂપ) અનંત ગુણ જેમને વર્તે છે અને ભવ ઉપર જેમણે જય મેળવ્યો છે, તે જિનોને નમસ્કાર હો.
આ સમયને શિરનમનપૂર્વક ભાખું છું, સૂણજો તમે;
| જિનવદનનિર્ગત-અર્થમય, ચઉગતિહરણ, શિવહેતુ છે. ૨. ગ્રંથની શરૂઆત કરતાં આચાર્યદવ ભલામણ કરે છે કે અહો ! આવા ઈષ્ટદેવને નમસ્કાર કરીને હું, સર્વજ્ઞ વીતરાગદેવના મુખથી નીકળેલ એવું પદાર્થનું સ્વરૂપ કહીશ કે જેને જાણતાં ચાર ગતિના ભ્રમણનો નાશ થઈને મોક્ષની પ્રાપ્તિ થાય છે. મોક્ષના હેતુરૂપ આવો ઉપદેશ હું કરું છું તે તમે સાંભળજો.
ભગવાનનો માર્ગ, ભગવાનની પરમ આજ્ઞા, વીતરાગભાવ તરફ ઢળવાની છે. ને તે માર્ગની પ્રભાવના અર્થે જ હું આ શાસ્ત્રની રચના કરું છું.
આ નમસ્કાર અસાધારણ મંગળ છે. અસાધારણ મંગળ ક્યારે કહેવાય? કે જ્યારે ભગવાન જેવો વીતરાગભાવ પોતામાં પ્રગટ કરીને ભાવનમસ્કાર કરે ત્યારે, રાગથી જુદો પડીને સમત્વાદિ નિર્વિકલ્પ પરિણતિને તે ભાવનમસ્કાર છે.
અહા! જિનભગવંતો જિતભવ' છે ને તે ભગવંતોને સ્વીકારીને તેમને નમસ્કાર કરનારું જ્ઞાન પણ મોહ રહિત હોવાથી “જિતભવ” છે.
હે ભવ્ય જીવો ! મહાન આદરપૂર્વક જિનવાણીની પ્રસાદીરૂપ આ પરમાગમ તમે સાંભળજો ને, વીર થઈને વીતરાગમાર્ગને સાધજો. જુઓ તો ખરા ........! આ ભગવાનનો ઇષ્ટ ઉપદેશ! હવે ૧૦મી ગાથામાં દ્રવ્યની વ્યાખ્યા કરે છે.
છે સત્ત્વ લક્ષણ જેહનું, ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત જે, ગુણપર્યયાશ્રય જેહ, તેને દ્રવ્ય સર્વજ્ઞો કહે.