________________
૩૮ પરિણામ, ઉદય, ક્ષયોપશમ, ઉપશમ, ક્ષયે સંયુક્ત જે,
તે પાંચ જીવગુણ જાણવા બહુ ભેદમાં વિસ્તીર્ણ છે. ૫૬. ઉદયથી યુક્ત, ઉપશમથી યુક્ત, ક્ષયથી યુક્ત, ક્ષયોપશમથી યુક્ત અને પરિણામથી યુક્ત - એવા પાંચ જીવગુણો (-જીવના ભાવો) છે; તેમને ઘણા પ્રકારોમાં વિસ્તારવામાં આવે છે.
નિજ ભાવ કરતો આતમ કર્તા ખરે નિજ ભાવનો,
કર્તા ન પુદ્ગલકર્મનો; -ઉપદેશ જિનનો જાણવો. ૬૧. પોતાના સ્વભાવને કરતો આત્મા ખરેખર પોતાના ભાવનો કર્યા છે, પુદ્ગલ કર્મોનો નહિ, આમ જિનવચન
જાણવું.
હવે આ સંસાર પરિભ્રમણનું કારણ બતાવે છે.
કર્તા અને ભોક્તા થતો એ રીત નિજ કર્મો વડે
જીવ મોહથી આચ્છન્ન સાંત-અનંત સંસારે ભમે. ૬૯. એ રીતે પોતાના કર્મોથી કર્તા-ભોક્તા થતો આત્મા મોહાચ્છાદિત વર્તતો થકો સાંત અથવા અનંત સંસારમાં પરિભ્રમણ કરે છે. હવે પુદ્ગલનું વર્ણન કરતાં ગાથા ૭૪-૭૫માં તેના પ્રકાર બતાવે છે.
જડરૂપ પુદ્ગલકાય કેરા ચાર ભેદો જાણવા;
તે અંધ, તેનો દેશ, સ્કંધપ્રદેશ, પરમાણુ કહ્યા. પુગલના ચાર ભેદ જાણવા. સ્કંધો, સ્કંધદેશો, સ્કંધપ્રદેશો અને પરમાણુઓ.
પૂરણ-સકળ તે ‘સ્કંધ છે ને અર્ધ તેનું દશ” છે,
અર્જાઈ તેનું પ્રદેશ” ને અવિભાગ તે પરમાણુ છે. સકળ-સમસ્ત (પુદ્ગલપિંડાત્મક આખી વસ્તુ) તે સ્કંધ છે, તેના અર્ધને દેશ કહે છે, અધનું અર્ધ તે પ્રદેશ છે અને અવિભાગી તે ખરેખર પરમાણુ છે. - હવે પરમાણુનું વર્ણન કરતાં ૮૧-૮૨ ગાથામાં બતાવે છે :
એક જ વરણ-રસ-ગંધ ને બે સ્પર્શયુત પરમાણુ છે,
તે શબ્દહેતુ, અશબ્દ છે, ને સ્કંધમાં પણ દ્રવ્ય છે. તે પરમાણુ એક રસવાળો, એક વર્ણવાળો, એક ગંધવાળો તથા બે સ્પર્શવાળો છે, શબ્દનું કારણ છે, અશબ્દ છે અને સ્કંધની અંદર હોય તો પણ (પરિપૂર્ણ સ્વતંત્ર) દ્રવ્ય છે એમ જાણો.
તે રાજ્ય