________________
૩૦૮
જે સત્ લહાણવાળું છે, ઉત્પાદ-વ્યય-ધ્રૌવ્ય સંયુક્ત છે અથવા જે ગુણ-પર્યાયોનો આશ્રય છે, તેને સર્વજ્ઞો દ્રવ્ય કહે છે. દ્રવ્યનો ઉત્પાદ કે વિનાશ નથી, સદ્ભાવ છે. તેના જ પર્યાયો વિનાશ, ઉત્પાદ અને ધ્રુવતા કરે છે. હવે જીવના ગુણોની વાત ૧૬મી ગાથામાં કહે છે.
જીવાદિ સૌ છે 'ભાવ', જીવગુણ ચેતના-ઉપયોગ છે;
જીવપર્યયો તિર્યંચ - નારક - દેવ - મનુજ અનેક છે. જીવાદિ દ્રવ્યો તે ‘ભાવો” છે. જીવના ગુણો ચેતના તથા ઉપયોગ છે અને જીવના પર્યાયો દેવ-મનુષ્યનારક-તિર્યંચરૂપ ઘણા છે. હવે ૨૭-૨૮ ગાથામાં આ પંચાસ્તિકાય કે છ દ્રવ્યના વર્ણનમાં જીવદ્રવ્યની મુખ્યતા છે. અર્થાત્ આ બધું જાણીને શુદ્ધ સ્વભાવ તરફ વળવું તે મૂળ પ્રયોજન છે.
છે જીવ, ચેતયિતા, પ્રભુ, ઉપયોગચિહ્ન, અમૂર્ત છે,
કર્તા અને ભોક્તા, શરીરપ્રમાણ, કર્મે યુક્ત છે. સંસાર સ્થિત આત્મા જીવ છે, ચેતનારો છે, ઉપયોગ લક્ષિત છે, પ્રભુ છે, કર્તા છે, ભોક્તા છે, દેહપ્રમાણ છે, અમૂર્ત છે અને કર્મસંયુક્ત છે.
સૌ કર્મમળથી મુક્ત આત્મા પામીને લોકાગ્રને,
| સર્વજ્ઞદર્શી તે અનંત અનિંદ્ધિ સુખને અનુભવે. સૌ કર્મમળથી મુક્ત આત્મા ઊંચે લોકના અંતને પામીને તે સર્વજ્ઞ-સર્વદર્શી (સ્વયં થયો થકો) અનંત અતિન્દ્રિય સુખને અનુભવે છે. જુઓ આ સિદ્ધપદ ! આ જીવ આવી મુક્ત અવસ્થારૂપે પરિણમે તે ઉપાદેય છે. વિસ્તારથી જીવદ્રવ્યનું વર્ણન ૨૭ થી ૭૩ ગાથાઓમાં કર્યું છે.
છે જ્ઞાન ને દર્શન સહિત ઉપયોગ યુગલ પ્રકારનો;
જીવદ્રવ્યને તે સર્વ કાળ અનન્યરૂપે જાણવો. ૪૦. જ્ઞાનથી અને દર્શનથી સંયુક્ત એવો ખરેખર બે પ્રકારનો ઉપયોગ જીવને સર્વ કાળ અનન્યપણે જાણો.
જીવો અનાદિ-અનંત, સાંત, અનંત છે જીવભાવથી,
સદ્ભાવથી નહિ અંત હોય; પ્રધાનતા ગુણ પાંચથી. પ૩. જીવો (પારિણામિક ભાવથી) અનાદિ-અનંત છે, (ત્રણ ભાવોથી) સાંત (અર્થાત્ સાદિ-સાંત) છે. અને જીવભાવથી અનંત છે. અર્થાત્ સદ્ભાવથી જીવો અનંત જ હોય છે). તેઓ પાંચ મુખ્ય ગુણોથી પ્રધાનતાવાળા છે.