________________
૩૦૬
अरहंतसिद्धचेदियपवयणभत्तो परेण णियमेण ।
जो कुदितवोकम्मं सो सुरलोगं समादियादि ।। १७१ ॥ જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય પ્રત્યે ભક્તિ ધારી મન વિષે,
સંયમ પરમ સહ તપ કરે, તે જીવ પામે સ્વર્ગને. ૧૭૧. અર્થ : જે (જીવ), અદ્ભુત, સિદ્ધ, ચૈત્ય (-અદ્વૈતાદિની પ્રતિમા) અને પ્રવચન (-શાસ્ત્ર) પ્રત્યે ભક્તિયુક્ત વર્તતો થકો, પરમ સંયમ સહિત તપકર્મ (-તપરૂપ કાર્ય) કરે છે, તે દેવલોકને સંપ્રાપ્ત કરે છે.
तम्हा णिव्वुदिकामो रागं सव्वत्थ कुणदु मा किंचि ।
सो तेण वीदरागो भविओ भवसायरं तरदि ॥ १७२ ॥
તેથી ન કરવો રાગ જરીયે ક્યાંય પણ મોક્ષેચ્છુએ;
વીતરાગ થઈને એ રીતે તે ભવ્ય ભવસાગર તરે. ૧૭૨.
અર્થ : તેથી મોક્ષાભિલાષી જીવ સર્વત્ર કિંચિત્ પણ રાગ ન કરો; એમ કરવાથી તે ભવ્ય જીવ વીતરાગ થઈ ભવસાગરને તરે છે.
मग्गप्पभावणट्टं पवयणभत्तिप्पचोदिदेण मया ।
भणियं पवयणसारं पंचत्थियसंगहं सुत्तं ॥ १७३ ॥
મેં માર્ગ-ઉદ્યોતાર્થ, પ્રવચનભક્તિથી પ્રેરાઈને,
કહ્યું સર્વપ્રવચન-સારભૂત ‘પંચાસ્તિસંગ્રહ’ સૂત્રને. ૧૭૩.
અર્થ :પ્રવચનની ભક્તિથી પ્રેરિત એવા મેં માર્ગની પ્રભાવના અર્થે પ્રવચનના સારભૂત ‘પંચાસ્તિકાયસંગ્રહ’ સૂત્ર કહ્યું.