________________
. ૩૦૪ जेण विजाणदि सव्वं पेच्छदि सो तेण सोक्खमणुहवदि। इदि तं जाणदि भविओ अभवियसत्तो ण सद्दहदि॥ १६३॥ જાણે-જુએ છે સર્વ તેથી સૌખ્ય-અનુભવ મુક્તને;
-આ ભાવ જાણે ભવ્ય જીવ, અભવ્ય નહિ શ્રદ્ધા લહે. ૧૬૩. અર્થ : જેથી (આત્મા મુક્ત થતાં) સર્વને જાણે છે અને દેખે છે, તેથી તે સૌખ્યને અનુભવે છે; -આમ ભવ્ય જીવ જાણે છે, અભવ્ય જીવ શ્રદ્ધતો નથી.
दंसणणाणचरित्ताणि मोक्खमग्गो त्ति सेविदव्वाणि। साधूहि इदं भणिदं तेहिं दु बंधो व मोक्खो वा ॥ १६४॥ દગ, જ્ઞાન ને ચારિત્ર છે શિવમાર્ગ તેથી સેવવાં
-સંતે કહ્યું, પણ હેતુ છે એ બંધના વા મોક્ષના. ૧૬૪. અર્થ દર્શન-જ્ઞાન-ચારિત્ર મોક્ષમાર્ગ છે તેથી તેઓ સેવવા યોગ્ય છે - એમ સાધુઓએ કહ્યું છે, પરંતુ તેમનાથી બંધ પણ થાય છે અને મોક્ષ પણ થાય છે.
अण्णाणादो णाणी जदि मण्णदि सुद्धसंपओगादो। हवदि त्ति दुक्खमोक्खं परसमयरदो हवदि जीवो॥१६५॥ જિનવરપ્રમુખની ભક્તિ દ્વારા મોક્ષની આશા ધરે
અજ્ઞાનથી જો જ્ઞાની જીવ, તો પરસમયરત તેહ છે. ૧૬૫. અર્થ શુદ્ધસંપ્રયોગથી (શુભ ભક્તિભાવથી) દુઃખમોક્ષ થાય છે એમ જો અજ્ઞાનને લીધે જ્ઞાની 'માને, તો તે
પરસમયરત જીવ છે. (‘અહંતાદિ પ્રત્યે ભક્તિ-અનુરાગવાળી મંદશુદ્ધિથી પણ કમે મોક્ષ થાય છે એવું જો અજ્ઞાન લીધે (શુદ્ધાત્મ સંવેદનના અભાવને લીધે, રાગાંશને લીધે) જ્ઞાનીને (મંદ પુરુષાર્થવાળું) વલણ વર્તે. તો ત્યાં સુધી તે પણ સૂક્ષ્મ પરસમયમાં રત છે.) ૧. માનવું = વલણ કરવું; ઇરાદો રાખવો, આશા ધરવી; ઇચ્છા કરવી; ગણના કરવી; અભિપ્રાય કરવો.
अरहंतसिद्धचेदियपवयणगणणाणभत्तिसंप्पणो। बंधदि पुण्णं बहुसो ण हु सो कम्मक्खयं कुणदि॥ १६६ ॥ જિન-સિદ્ધ-પ્રવચન-ચૈત્ય-મુનિગણ-જ્ઞાનની ભક્તિ કરે, તે પુણ્યબંધ લહે ઘણો, પણ કર્મનો ક્ષય નવ કરે. ૧૬૬.